Home Gujarat Ahmedabad Heavy Rain In Waterlogging In Many Places

અમદાવાદમાં મનમૂકીને વરસ્યો મેહુલિયો : ઠેર ઠેર ભરાયા પાણી, વટવામાં 6.3 ઈંચ ખાબક્યો, જળબંબાકારની સ્થિતિ!

અમદાવાદમાં મનમૂકીને વરસ્યો મેહુલિયો
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jul 28, 2025, 07:59 AM IST

અમદાવાદમાં છેલ્લા કેટલાક કલાકોથી પડતા અનરાધાર વરસાદના કારણે શહેરનું સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાઈ છે, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.


રસ્તાઓ થયા પાણી પાણી

શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા ટ્રાફિક જામ સર્જાયું છે. રસ્તાઓ પર જળબંબાકાર સ્થિતિ જોવા મળી રહી છે. AMCના પ્રિ મોન્સૂન કામગારીન દાવાઓ પોકળ સાબિત થયા છે. રસ્તાઓ પર ભરાયેલા પાણીના કારણે વાહનચાલકો અને રાહદારીઓને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં વધુ વરસાદની આગાહી વ્યક્ત કરી છે. લોકોમાંથી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.


આ વિસ્તારોમાં ભરાયા ઘૂટણસમા પાણી

વેજલપુર સોનલ સિનેમા રોડ

સરસપુર

હાટેકેશ્વર

જશોદારા નગર

મણિનગર

મકરબા

સર્વોદયનગર ખોખરા

મધુમાલતી આવાસ, ઓઢવ

વટવા

વેજલપુર

થલતેજ


છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદના આંકડા

વટવા - 6.3

રામોલ - 6.4

મકતમપુરા - 3.98

વાસણા - 3.92

ચકુડિયા - 3.86

પાલડી - 3.72

મણિનગર - 3.54

જોધપુર - 3.5

ઓઢવ -3.44

દાણાપીઠ - 3.27

વિરાટનગર - 3.13

સરખેજ - 2.99

જોધપુર - 2.78

બોડકદેવ - 2.74

બોપલ - 2.64

ઉસ્માનપુરા - 2.56

દુધેશ્વર - 2.48

મેમ્કો - 1.75

સાયન્સ સિટી - 1.57

નિકોલ - 1.44

ગોતા - 1.44

ચાંદલોડિયા - 1.14

રાણીપ - 1.08

નરોડા - 0.91

કોતરપુર - 0.81

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now