Home Gujarat Ahmedabad Gujarat Winter Cold Wave January La Nina Effect

અમદાવાદ સહિત ગુજરાતમાં ઠંડી 'કાળજું કંપાવશે'! : લા-નીના અસરથી જાન્યુઆરીમાં તાપમાન 10 ડિગ્રી સુધી ઘટશે!

અમદાવાદ સહિત ગુજરાતમાં ઠંડી 'કાળજું કંપાવશે'!
Published by: Offbeat Team
| Last Updated: Dec 30, 2025, 08:58 AM IST

Winter In Gujarat: સામાન્ય રીતે અમદાવાદ સહિત ગુજરાતભરમાં ડિસેમ્બરમાં કાળજું કંપાવતી ઠંડી પડી રહી છે. પણ, આ વખતે લા-નીનોની અસરથી ડિસેમ્બર પૂરો થયો છતાં અમદાવાદમાંકાળજું કંપાવતી ઠંડી પડી નથી. હવે અલ-નીનોની અસર ઘટવાની સાથે લા-નીનાની અસરથી ઠંડા પવન ફૂંકાશે, જેથી જાન્યુઆરીના પ્રથમ પખવાડિયામાં અમદાવાદમાં ઠંડીનો રાઉન્ડ આવશે. હવામાન નિષ્ણાતોએ સંકેત આપ્યા છે કે 6 થી 13 જાન્યુઆરી દરમિયાન તાપમાન 10 ડિગ્રી સુધી ગગડતાં કાળજું કંપાવતી ઠંડી પડશે.

હવામાન નિષ્ણાતો અનુસાર, અમદાવાદ-ગુજરાતમાં તાપમાન સામાન્યથી નજીક રહેતાં ઠંડી પડી નથી કારણ કે અલ-નીનોની સ્થિતિને કારણે અત્યાર સુધી પશ્ચિમ દિશામાંથી ભેજવાળા પવન ફૂંકાતા, ગુજરાત તરફ આવતાં હિમવર્ષાની ઠંડી વધારતા પવન રોકાઈ ગયા છે.

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, લા-નીનોની અસર શરૂ થતાં 1 લી જાન્યુઆરીથી અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીનો રાઉન્ડ આવશે. લા-નીનોને લીધે ઉત્તર ભારતમાં વિકસતી મજબૂત હાઈ-પ્રેશર સિસ્ટમને લીધે ઉત્તર અને ઉત્તર-પશ્ચિમ દિશાથી શુષ્ક અને ઠંડા પવન ગુજરાત તરફ ફૂંકાશે. પવનની ગતિ ઘટશે અને ભેજ ઘટવાથી રાતનું લઘુત્તમ તાપમાન ઝડપથી ઘટવાથી હાડ થીજવતી ઠંડીનો અહેસાસ થશે.

હજુ બે દિવસ રાત્રિનું તાપમાન 15 ડિગ્રીની આસપાસ રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 31 ડિસેમ્બરે વાતાવરણ ધૂંધળું બનવાની શક્યતા છે.

અલ-નીનો શું છે?

મધ્ય-પૂર્વ પેસિફિક મહાસાગરમાં સમુદ્રનું પાણી સામાન્ય કરતાં વધુ ગરમ થવાથી અલ-નીનો સર્જાય છે. જેના કારણે વધુ ગરમી લાગે. ભારતમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ-મોન્સૂન નબળું પડે, ખેતીમાં પાક નિષ્ફળ જવાની શક્યતા રહે છે.

લા-નીના શું છે ?

લા-નીનાની અસરથી પેસિફિક મહાસાગરમાં પાણી સામાન્ય કરતાં વધુ ઠંડું થવાથી ભારત તરફ ઠંડા પવનનું જોર વધે છે. તથા ભારતમાં વધુપૂર અને ભારે વરસાદ, ખેતી માટે અનુકૂળ સ્થિતિ અને કેટલાંક વિસ્તારમાં વધુ ઠંડી પડે છે.

ડિસેમ્બરમાં ઓછી ઠંડી છતાં શિયાળો લાંબો ખેંચાશે

આ વર્ષે ઉત્તર, પશ્ચિમ ભારત તથા પૂર્વોત્તર ભારતના કેટલાક રાજ્યોમાં શિયાળો લાંબો રહેશે. તથા ફેબ્રુઆરીના અંત અથવા એથી વધુ સમય સુધી અસર વર્તાશે. ભારતીય હવામાન વિભાગે અગાઉ જણાવ્યું કે કૉલ્ડવેવના દિવસો વધારે રહેશે. મેદાની વિસ્તારમાં લઘુતમ તાપમાન 10 ડિગ્રી કે તેથી ઓછું અને પર્વતીય વિસ્તારોમાં શૂન્ય ડિગ્રી કે તેથી ઓછું હોય ત્યારે કૉલ્ડ વેવ મનાય છે. જાન્યુઆરીમાં આ વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતા નીચું રહેવાની શક્યતા છે. લા-નીનાની સાથે તેનું એક કારણ પોલર વોર્તેક્સ પણ છે. પૃથ્વીના ધ્રુવીય વિસ્તારમાં લૉ-પ્રેશરના કારણે અત્યંત ઠંડા પવનોના મોજાને પૉલર વોર્તેક્સ કહેવાય છે. તેની અસરથી હિમાલય ભારતને બચાવે છે પણ નિષ્ણાતોના મતે તેની થોડી અસર દેશના વાતાવરણમાં જોવા મળશે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

"લુખ્ખા તત્વોને પોલીસ 'હનુમાન' બનીને સીધા કરશે": વડોદરામાં હર્ષ સંઘવીની ગર્જના, 725 કરોડના વિકાસકાર્યોની ભેટ

"લુખ્ખા તત્વોને પોલીસ 'હનુમાન' બનીને સીધા કરશે"
Play Video

GPSC ઉમેદવારો માટે મોટા સમાચાર: વર્ષ 2023-24 ની વર્ગ 1 અને 2 ની ભરતીના ઇન્ટરવ્યૂની તારીખો જાહેર, જાણો ક્યારથી શરૂ થશે પ્રક્રિયા

GPSC ઉમેદવારો માટે મોટા સમાચાર
Play Video

ગુજરાતના માછીમારોની જીત: ડીઝલમાં ભાવ વધારો કેન્દ્ર સરકારે પાછો ખેંચ્યો, જૂના રાહત દરે જ મળશે જથ્થો

ગુજરાતના માછીમારોની જીત
Play Video

અમદાવાદ લિકર પરમિટ કૌભાંડ: રોગી કલ્યાણ સમિતિના નામે લાખોની ઉચાપત, નશાબંધી વિભાગના ક્લાર્ક સહિત 3 સામે ગુનો

અમદાવાદ લિકર પરમિટ કૌભાંડ

હર્ષ સંઘવીએ સંસ્કારી નગરીને આપી રૂ.511 કરોડના પ્રકલ્પોની ભેટ: અત્યાધુનિક 'નૂતન ચેરિટી ભવન' અને કમાન્ડ સેન્ટરનું લોકાર્પણ

હર્ષ સંઘવીએ સંસ્કારી નગરીને આપી રૂ.511 કરોડના પ્રકલ્પોની ભેટ

પુત્રને ડરાવવા આપેલી સોપારી માતાને માથે પડી: 3 લાખના વિવાદમાં તકિયાથી મોઢું દબાવી હત્યા કરનાર આરોપી અમદાવાદથી ઝડપાયો

પુત્રને ડરાવવા આપેલી સોપારી માતાને માથે પડી

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર કાળમુખો અકસ્માત: ટ્રકના ડ્રાઈવરનું કમકમાટીભર્યું મોત, કેબિન કાપીને બહાર કાઢ્યો મૃતદેહ

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર કાળમુખો અકસ્માત

રાજ્યમાં ભર ઉનાળે ખાબકશે વરસાદ!: અંબાલાલ પટેલની 30 માર્ચ સુધીની ભયાનક આગાહી

રાજ્યમાં ભર ઉનાળે ખાબકશે વરસાદ!

Gujarat Weather Update: કાળઝાળ ગરમી વચ્ચે મેઘરાજાની એન્ટ્રી! કચ્છથી ભાવનગર સુધી વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લામાં કેવી રહેશે સ્થિતિ?

Gujarat Weather Update

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે 'મિલેટ મહોત્સવ-2026'નો ભવ્ય પ્રારંભ: પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ કરાવ્યું ઉદ્ઘાટન; પ્રાકૃતિક ખેતી પર મુકાયો ભાર

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે 'મિલેટ મહોત્સવ-2026'નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગરમાં LCB નો સપાટો: સેક્ટર-4 માંથી લાખોની કિંમતના ચરસ સાથે એક શખ્સ ઝડપાયો

ગાંધીનગરમાં LCB નો સપાટો

મધ્ય ગુજરાત-સૌરાષ્ટ્રને જોડતા ગંભીરા બ્રિજ પર સ્ટીલ સ્ટ્રક્ચર તૈયાર: ટૂંક સમયમાં ટુ-વ્હીલર માટે માર્ગ ખુલ્લો મુકાશે

મધ્ય ગુજરાત-સૌરાષ્ટ્રને જોડતા ગંભીરા બ્રિજ પર સ્ટીલ સ્ટ્રક્ચર તૈયાર

કુદરત રૂઠી, ખેડૂતો પાયમાલ!: તોફાની પવન-માવઠાથી કેસર કેરી સહિત અનેક પાકને ભારે ફટકો, જાણો કયા જિલ્લાઓમાં સૌથી વધુ અસર?

કુદરત રૂઠી, ખેડૂતો પાયમાલ!

‘અહીં મારું ચાલશે, નીકળ લુખ્ખા’: અમદાવાદમાં PSI એ યુવકને ધમકાવ્યો, SP સુધી પહોંચી ફરિયાદ

‘અહીં મારું ચાલશે, નીકળ લુખ્ખા’
Play Video

બોટાદના બરવાળામાં ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ: 1 નું કમકમાટીભર્યું મોત અને 2 ગંભીર ઈજાગ્રસ્ત

બોટાદના બરવાળામાં ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ
Play Video

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...: વડોદરામાં શરૂ થવા જઈ રહી છે IML ની બીજી સીઝન

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...

અમદાવાદમાં UCC સામે AIMIMનું વિરોધ પ્રદર્શન: જામા મસ્જિદ બહાર યોજાયા શાંતિપૂર્ણ દેખાવો

અમદાવાદમાં UCC સામે AIMIMનું વિરોધ પ્રદર્શન
Play Video

વડોદરાનો ચર્ચિત ‘રક્ષિત કાંડ’: સુપ્રીમ કોર્ટે પણ આરોપીના જામીન રાખ્યા યથાવત, રાજ્ય સરકારની અરજી ફગાવી

વડોદરાનો ચર્ચિત ‘રક્ષિત કાંડ’

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ: T20 ક્રિકેટમાં ક્રિસ ગેલને પછાડી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ!

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ

ગુજરાતનો નવો 'કોસ્ટલ હાઈવે' બનશે ગેમ ચેન્જર: સુરત-ભરૂચ વચ્ચે 30 મિનિટનો સમય બચશે, હવે દક્ષિણ ગુજરાતના વિકાસને લાગશે પાંખો

ગુજરાતનો નવો 'કોસ્ટલ હાઈવે' બનશે ગેમ ચેન્જર