Home Gujarat Ahmedabad Cyber Crime Digital Arrest Scam Senior Citizen 1 43 Crore Saved

અમદાવાદ સાઇબર ક્રાઇમ દ્વારા વૃદ્ધનું સમયસર રેસ્ક્યુ : “ડિજિટલ અરેસ્ટ”ના નામે 1.43 કરોડની છેતરપિંડી અટકાવી

અમદાવાદ સાઇબર ક્રાઇમ દ્વારા વૃદ્ધનું સમયસર રેસ્ક્યુ
Published by: Offbeat Team
| Last Updated: Dec 19, 2025, 10:48 AM IST

Digital Arrest Scam: અમદાવાદમાં સાયબર ઠગાઈનો એક મોટો કેસ સામે આવ્યો છે, જેમાં અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસે સમયસર કાર્યવાહી કરીને એક વૃદ્ધના અંદાજે 1.43 કરોડ રૂપિયા બચાવી લીધા છે. આ કેસમાં સાયબર માફિયાઓએ વૃદ્ધને “ડિજિટલ અરેસ્ટ” ના નામે ડરાવી ધમકાવી મોટી રકમ હડપવાનો પ્રયાસ કર્યો હતો.

મળતી માહિતી મુજબ, અમદાવાદમાં એકલા રહેતા અને માલેતૂજાર એવા સિનિયર સિટીઝનને ફોન અને વોટ્સએપ કોલ દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો. સાયબર ઠગોએ પોતાને ઈડી (ED) અને અન્ય તપાસ એજન્સીના અધિકારી તરીકે ઓળખાવી જણાવ્યું કે જેટ એરવેઝના નરેશ ગોયલ કેસમાં તેમના આધારકાર્ડનો ઉપયોગ થયો છે. આ બહાને વૃદ્ધ કાકાને “ડિજિટલ અરેસ્ટ” કરવામાં આવ્યા હોવાની ધમકી આપવામાં આવી હતી. છેલ્લા સાત દિવસથી સાયબર માફિયાઓ તેમને સતત ડરાવી રહ્યા હતા અને માત્ર બેંક તથા મ્યુચ્યુઅલ ફંડમાંથી પૈસા ઉપાડવાની જ છૂટ આપતા હતા.

આ દરમિયાન વૃદ્ધ કાકા મ્યુચ્યુઅલ ફંડમાંથી આશરે 93 લાખ રૂપિયા ઉપાડવા માટે મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર પલક દોશી પાસે પહોંચ્યા હતા. એક સાથે મોટી રકમ ઉપાડવાની વાત, ગભરાયેલું વર્તન અને તાત્કાલિક પૈસાની માંગ જોઈને પલક દોશીને શંકા ગઈ. પૂછપરછ દરમિયાન કાકાએ ગોળ ગોળ જવાબ આપ્યા અને કોઈ મેડિકલ ઈમરજન્સી પણ ન હોવાનું સામે આવ્યું. બાદમાં તેમના મોબાઇલમાં ઈડીના નામની ઇમેજ દેખાતા ડિજિટલ અરેસ્ટની શંકા વધુ મજબૂત બની.

પલક દોશીએ તરત જ અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કર્યો. માહિતી મળતાં જ પોલીસ હરકતમાં આવી અને સિનિયર સિટીઝનના ઘરે પહોંચી. તે સમયે વૃદ્ધ કાકા બેંકમાં એફડી ઉપાડવા ગયા હોવાનું જાણવા મળતાં પોલીસ તાત્કાલિક બેંક પહોંચી અને રૂપિયા વિથડ્રો થતી અટકાવી. બાદમાં વૃદ્ધનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું. શરૂઆતમાં તેઓ ડિજિટલ અરેસ્ટ થયાની વાત માનવા તૈયાર ન હતા, પરંતુ પુરાવા બતાવ્યા બાદ સત્ય સામે આવ્યું.

સાયબર ક્રાઇમ પોલીસ અને મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટરની સતર્કતાના કારણે વૃદ્ધના કરોડો રૂપિયા બચી ગયા. પોલીસે ફરી એકવાર ચેતવણી આપી છે કે ડિજિટલ અરેસ્ટ નામે કોઈ કાયદાકીય કાર્યવાહી નથી અને કોઈપણ તપાસ એજન્સી ફોન કે વોટ્સએપ દ્વારા પૈસાની માંગ કરતી નથી. નાગરિકોને સતર્ક રહેવા અને શંકાસ્પદ પરિસ્થિતિમાં તાત્કાલિક સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

ગુજરાતમાં આગામી દિવસોમાં વધશે ગરમીનો પારો: કમોસમી વરસાદની ઘાત ટળી

ગુજરાતમાં આગામી દિવસોમાં વધશે ગરમીનો પારો

જંબુસર હાઈવે પર ત્રાટક્યો કાળમુખો ટ્રક: બસ સ્ટેન્ડ પાસે ઊભેલા શ્રમિક પરિવારને કચડ્યો, 11 વર્ષની બાળકીનું મોત

જંબુસર હાઈવે પર ત્રાટક્યો કાળમુખો ટ્રક

અમરેલીમાં વિકાસનો મહાકુંભ: CM ભૂપેન્દ્ર પટેલે રૂ. 700 કરોડના 24 પ્રોજેક્ટ્સનું કર્યું લોકાર્પણ અને ખાતમુહૂર્ત!

અમરેલીમાં વિકાસનો મહાકુંભ

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની જ્વાળામાં ગુજરાતનો એક્સપોર્ટ ઉદ્યોગ: 5,500 કન્ટેનરો વિદેશી પોર્ટ પર અટવાયા, કરોડોનું નુકસાન!

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની જ્વાળામાં ગુજરાતનો એક્સપોર્ટ ઉદ્યોગ

આવતા આઠવાડિયે ગુજરાત પ્રવાસે આવશે કેજરીવાલ અને ભગવંત માન: શું સ્થાનિક સ્વરાજયની ચૂંટણીનું પ્લાન? AAPના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ આપી જાણકારી

આવતા આઠવાડિયે ગુજરાત પ્રવાસે આવશે કેજરીવાલ અને ભગવંત માન

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાનું નિધન: અચાનાક પૂર્વ કાયદા મંત્રી ઉદેસિંહ બારીયાના નિધનથી સ્થાનિક રાજકારણમાં શોકનું મોજું!

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાનું નિધન

ચૂંટણી પહેલા પાટીદારોનું મહાસંમેલન: "જંગ માટે તૈયાર રહેજો", પરસોત્તમ રૂપાલાનું ઈશ્વરિયાથી સમાજને આહવાન

ચૂંટણી પહેલા પાટીદારોનું મહાસંમેલન
Play Video

81 બોલમાં 14 છગ્ગા, 21 ચોગ્ગા, 193 રન ફટકાર્યા! ક્રિકેટનો નવો 'ધુરંધર': તોડી શકે છે ક્રિસ ગેલનો રેકોર્ડ, આ ટૂંક સમયમાં ટીમ ઇન્ડિયામાં રમતો દેખાશે આ ગુજરાતી છોકરો

81 બોલમાં 14 છગ્ગા, 21 ચોગ્ગા, 193 રન ફટકાર્યા! ક્રિકેટનો નવો 'ધુરંધર'

સાણંદ-વિરમગામ હાઇવે પર કાળમુખું પાણી: ખાડાનું પાણી પીતા જ 33 ઘેટાં-બકરાના ટપોટપ મોત, માલધારીઓમાં ભારે રોષ!

સાણંદ-વિરમગામ હાઇવે પર કાળમુખું પાણી
Play Video

ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર; ચૂંટણી પહેલાં જ કોંગ્રેસને મોટો ઝટકો: ગેનીબેન ઠાકોરના ગઢમાં ગાબડું, ભાજપમાં જોડાયા વાવ-થરાદના કોંગ્રેસના મોટા નેતાઓ

ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર; ચૂંટણી પહેલાં જ કોંગ્રેસને મોટો ઝટકો

"મારી કે મુહિસની ઉપર કંઈ પણ થયું તો જવાબદાર મારો પરિવાર": રાજુલાની નેહાનો ચોંકાવનારો વીડિયો વાયરલ

"મારી કે મુહિસની ઉપર કંઈ પણ થયું તો જવાબદાર મારો પરિવાર"
Play Video

સુરેન્દ્રનગર હાઇવે પર વહેલી સવારે કાળમુખો અકસ્માત: 2 ના કરુણ મોત, 4 ઇજાગ્રસ્ત!

સુરેન્દ્રનગર હાઇવે પર વહેલી સવારે કાળમુખો અકસ્માત

Earthquake; શું જાપાન જેવી થશે ગુજરાતની હાલત?: કેમ વારંવાર ધ્રૂજી રહી છે ધરા? જાણો ગુજરાતના કયા જિલ્લાઓમાં છે ભૂંકપનું સૌથી વધુ જોખમ

Earthquake; શું જાપાન જેવી થશે ગુજરાતની હાલત?

છોટાઉદેપુર કેન્સર હોસ્પિટલના દરવાજે તાંત્રિક વિધિ: મૃતકનો 'જીવ લેવા' મંત્રોચ્ચાર અને અગ્નિ પ્રગટાવાતા ભારે ફાળ!

છોટાઉદેપુર કેન્સર હોસ્પિટલના દરવાજે તાંત્રિક વિધિ

યોગ ગુરુ પ્રદીપ ક્યાંથી નકલી નોટ છાપતાં શીખ્યો?: સુરત નકલી નોટ કૌભાંડ કેસમાં મોટો વળાંક

યોગ ગુરુ પ્રદીપ ક્યાંથી નકલી નોટ છાપતાં શીખ્યો?

એક સાથે ત્રણ મુસીબતો આવશે, આ વખતે આવી બન્યું સમજો!: વરસાદ, વાવાઝોડા અને તોફાની પવનની અંબાલાલ પટેલની ખતરનાક આગાહી

એક સાથે ત્રણ મુસીબતો આવશે, આ વખતે આવી બન્યું સમજો!
Play Video

"લુખ્ખા તત્વોને પોલીસ 'હનુમાન' બનીને સીધા કરશે": વડોદરામાં હર્ષ સંઘવીની ગર્જના, 725 કરોડના વિકાસકાર્યોની ભેટ

"લુખ્ખા તત્વોને પોલીસ 'હનુમાન' બનીને સીધા કરશે"
Play Video

GPSC ઉમેદવારો માટે મોટા સમાચાર: વર્ષ 2023-24 ની વર્ગ 1 અને 2 ની ભરતીના ઇન્ટરવ્યૂની તારીખો જાહેર, જાણો ક્યારથી શરૂ થશે પ્રક્રિયા

GPSC ઉમેદવારો માટે મોટા સમાચાર
Play Video

ગુજરાતના માછીમારોની જીત: ડીઝલમાં ભાવ વધારો કેન્દ્ર સરકારે પાછો ખેંચ્યો, જૂના રાહત દરે જ મળશે જથ્થો

ગુજરાતના માછીમારોની જીત
Play Video

અમદાવાદ લિકર પરમિટ કૌભાંડ: રોગી કલ્યાણ સમિતિના નામે લાખોની ઉચાપત, નશાબંધી વિભાગના ક્લાર્ક સહિત 3 સામે ગુનો

અમદાવાદ લિકર પરમિટ કૌભાંડ