Home Gujarat Ahmedabad Cyber Crime Digital Arrest Fraud Stopped Senior Citizen Rescue

અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચે કર્યું વૃદ્ધ મહિલાનું રેસ્ક્યુ : અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચે કર્યું વૃદ્ધ મહિલાનું રેસ્ક્યુ

અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચે કર્યું વૃદ્ધ મહિલાનું રેસ્ક્યુ
Published by: OBS Bureau
Last Updated: Dec 13, 2025, 12:54 PM IST

Digital Arrest Fraud: અમદાવાદ શહેરમાં સાયબર ક્રાઈમના વધતા કિસ્સાઓ વચ્ચે અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચ અને બેંક અધિકારીઓની સતર્કતાના કારણે એક મોટી છેતરપિંડી અટકાવવામાં આવી છે. મણિનગર વિસ્તારમાં રહેતી એક સિનિયર સિટિઝન મહિલાને ‘ડિજિટલ એરેસ્ટ’ના નામે સાયબર ઠગોએ ફસાવી હતી, પરંતુ સમયસર કાર્યવાહીથી રૂ. 33.35 લાખની રકમ બચાવવામાં આવી છે.

સાયબર ક્રાઈમ બ્રાંચ દ્વારા બેંકો સાથે સંકલન વધારવામાં આવ્યું છે. આ અંતર્ગત બેંક ઓફ બરોડા, મણિનગર શાખાના અધિકારીઓએ એક વૃદ્ધ મહિલા શંકાસ્પદ રીતે તમામ ફિક્સ્ડ ડિપોઝિટ તોડાવી મોટી રકમ જમા કરાવવા ઉતાવળ કરતી હોવાનું નોંધ્યું હતું.

બેંક મેનેજર અભિષેકસિંહ અને સ્ટાફે તાત્કાલિક સાયબર ક્રાઈમ બ્રાંચને જાણ કરી. ત્યારબાદ પોલીસ ટીમ બેંકમાં પહોંચી અને તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મહિલાને અજાણ્યા વોટ્સએપ કોલ દ્વારા પોતે CBI અને ક્રાઈમ બ્રાંચના અધિકારી હોવાનું કહી ડરાવવામાં આવી હતી. મહિલાને ‘ડિજિટલ એરેસ્ટ’ કરી હોવાનો ખોટો દાવો કરીને નકલી દસ્તાવેજો મોકલવામાં આવ્યા હતા.

સાયબર ક્રાઈમ પોલીસે મહિલાને સમજાવ્યું કે કાયદામાં ‘ડિજિટલ એરેસ્ટ’ નામની કોઈ પ્રક્રિયા નથી અને કોઈપણ અધિકારી વોટ્સએપ કોલ દ્વારા પૈસા માંગતો નથી. પોલીસ અને બેંકના સંયુક્ત પ્રયાસોથી મહિલાને છેતરપિંડીથી બચાવી તેમના પરિવારજનોને જાણ કરવામાં આવી.

આ સફળ રેસ્ક્યુ ઓપરેશન અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસની સતર્કતા અને નાગરિકોની આર્થિક સુરક્ષા પ્રત્યેની પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ છે. પોલીસએ નાગરિકોને અપીલ કરી છે કે આવા કોઈ શંકાસ્પદ કોલ આવે તો તરત 1930 હેલ્પલાઇન અથવા નજીકની સાયબર ક્રાઈમ શાખાનો સંપર્ક કરવો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now