Home Gujarat Ahmedabad Child Trafficking Case Police Suspect Ivf Racket 4 Arrested Including 2 Nurses

ધોળકા બાળ તસ્કરી કેસ : ઔરંગાબાદથી બાળકીને બચાવી, IVF સેન્ટરને વેચવાની આશંકા, તપાસ તેજ

ધોળકા બાળ તસ્કરી કેસ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Aug 01, 2025, 12:29 PM IST

Ahmedabad Child Trafficking Case: રાજ્યમાં ગુનાખોરીના કિસ્સાઓમાં નોંધપાત્ર રીતે વધારો થઈ રહ્યો છે. ચોરી, લૂંટ, બેફામ ડ્રાઈવ તેમજ બાળ તસ્કરીની ઘટના પ્રકાશમાં આવી રહી છે. ત્યારે અમદાવાદના ધોળકામાં શ્રમિક પરિવારની બાળકી રહસ્યમય રીતે ગુમ થઈ ગઈ હતી. જે બાદ પરિવાર પોલીસ સ્ટેશન પહોંચ્યો અને સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરીને ઔરંગાબાદથી અપહરણકારોના ચુંગલમાંથી બાળકીને બચાવી લીધી છે.


2 નર્સ સહિત 4ની ધરપકડ

વિગતો મુજબ માતા-પિતાની બાજુમાં ઊંઘાયેલી બાળકી એકાએક ગુમ થઈ ગઈ હતી. પરિજનોએ ઘણી તપાસ કરતા બાળકી મળી આવી ન હતી. ત્યારબાદ પરિવાર આખરે પોલસી સ્ટેશન પહોંચ્યો હતો જે બાદ સમગ્ર ઘટના વર્ણવી હતી. જેના આધારે પોલીસે વિવિધ સીસીટીવી ચેક કર્યા હતા. જે મામલામાં ઉંડાણ પૂર્વકની તપાસ હાથ ધરાતા પોલીસને શંકા ગઈ હતી કે, બાળકીનું અપહરણ થયું છે. જેના પગલે પોલીસે સૂત્રો ગતિમાન કરતા સમગ્ર કેસની સાંકળ ધોળકાથી ઔરંગાબાદ સાથે જોડાયેલી સામે આવી હતી. આ કેસમાં 4 આરોપીઓની સંડોવણી પણ ખુલી છે.


બાળકોને IVF સેન્ટરને વેચવાના રેકેટની પોલીસને આશંકા

પોલીસે આ બાળ તસ્કરીનો પર્દાફાશ કર્યો હતો. જે બાળ તસ્કરી ગેંગમાં બે મહિલા અને 2 પુરૂષનો સમાવેશ થાય છે. જેમાં ખુલાસો થયો કે, એક ધોળકાના IVF સેન્ટરમાં નર્સ તરીકે પણ કામ કરે છે. જેને બાળકી વેચવામાં આવી તે પણ IVF સેન્ટરમાં નર્સ તરીકે કામ કરતા હતા. આ સમગ્ર તાગ જોતો એવી પણ શંકાઓ ઉભી થઈ કે, આ બાળકીને IVF સેન્ટરમાં વેચી દેવામાં આવી હોઈ શકે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now