Home Gujarat Ahmedabad Airport Jet Fuel Aviation Turbine Fuel Atf Theft Lcb

અમદાવાદ એરપોર્ટ પર 'જેટ ફ્યુલ' ચોરીના રેકેટનો પર્દાફાશ : ટેન્કર પંચર કરી ATFને કાઢતા 3 ની ધરપકડ

અમદાવાદ એરપોર્ટ પર 'જેટ ફ્યુલ' ચોરીના રેકેટનો પર્દાફાશ
Published by: OBS Bureau
Last Updated: Dec 16, 2025, 01:04 PM IST

Ahmedabad Crime: અમદાવાદમાંથી એક મોટું ચોરીનું રેકેટ પકડાયું છે. આ લોકો એરપોર્ટ નજીકથી એવિએશન ટર્બાઇન ફ્યુલ (ATF) ની ચોરી કરતાં હતા. બાતમીના આધારે દરોડા પાડીને બે મુખ્ય આરોપીઓ સહિત કુલ ત્રણને રંગે હાથે 780 લિટર ચોરીના ATF સાથે પકડ્યા છે. આરોપીઓ કાર્ગો ડેપો પાછળ ખુલ્લા મેદાનમાં ટેન્કરને પંચર કરીને ચોરી કરતા હતા. મેઘાણીનગર પોલીસે ગુનો નોંધી સમગ્ર રેકેટ, અન્ય સંડોવણીઓ અને ચોરીના વેચાણ અંગે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.

LCB ને ચોક્કસ બાતમી મળી હતી કે એરપોર્ટ નજીક ATFની ચોરી થઈ રહી છે. બાતમીના આધારે કાર્ગો ડેપો પાછળના ખુલ્લા મેદાનમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જે બાદ પોલીસે કાર્યવાહી કરીને ચોરીના આખા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.

દરોડામાં ગાંધીનગરના રહેવાસી બે મુખ્ય આરોપીઓમાં ભૂપેન્દ્રસિંહ રામપ્રકાશસિંહ તોમર અને દીપુસિંહ દેવનરસિંહ રાજપૂતની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ આરોપીઓ કાર્ગો ડેપો પાછળ રાહ જોઈ રહેલા ATF ભરેલા ટેન્કરને પંચર કરીને ફ્યુલની ચોરી કરતા હતા.

780 લિટર ATFની ચોરી

અત્યાર સુધીમાં આ લોકોએ કુલ 780 લિટર ATF ની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે ઘટનાસ્થળેથી ચોરી માટે વપરાયેલી એક રિક્ષા અને ચોરી કરેલો ATFનો જથ્થો કબજે કર્યો છે. વધુમાં, ચોરીમાં સંડોવાયેલા ટેન્કરના ડ્રાઇવર મનદીપસિંહ વિજેન્દ્ર સિંહ સિંધુની પણ ધરપકડ કરવામાં આવી છે.

પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે પકડાયેલા આરોપીઓ ATF (એવિએશન ટર્બાઇન ફ્યુલ)ની ચોરી કરીને તેને આગળ છૂટકમાં વેચાણ કરતા હતા. મુખ્ય આરોપીઓ, ભૂપેન્દ્રસિંહ તોમર અને દીપુસિંહ રાજપૂત, મેઘાણીનગરમાં દુકાન ધરાવે છે અને ત્યાં ધંધો કરે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now