Home Gujarat Ahmedabad 31 December New Year Police Bandobast 9040 Police

અમદાવાદ 31 ડિસેમ્બર અને ન્યુ યર ઉજવણી પર પોલીસ કડક : C.G. રોડ, S.G. હાઇવે, સિંધુભવન રોડ સહિત શહેરમાં 9000+ પોલીસકર્મી તૈનાત

અમદાવાદ 31 ડિસેમ્બર અને ન્યુ યર ઉજવણી પર પોલીસ કડક
Published by: OBS Bureau
Last Updated: Dec 30, 2025, 10:20 AM IST

અમદાવાદમાં 31 મી ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણીને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ દ્વારા વિશાળ અને કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. શહેરના મુખ્ય ઉજવણી સ્થળો જેમ કે સાબરમતી રીવરફ્રન્ટ, C.G. રોડ, S.G. હાઇવે, સિંધુભવન રોડ, વસ્ત્રાપુર, સેટેલાઈટ, સોલા, મણીનગર, અમરાઈવાડી સહિતના વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટતા હોવાથી પોલીસ સતર્ક છે.

પોલીસ દ્વારા કુલ 9040 પોલીસ અધિકારી અને કર્મચારીઓને રોડ પર તૈનાત કરવામાં આવ્યા છે. DCP, ACP અને PI કક્ષાના અધિકારીઓ રાત્રિના 1 વાગ્યા સુધી જાતે જ રસ્તા પર રહી વિવિધ ડ્રાઈવ અને ચેકિંગ કામગીરી કરશે. શહેરમાં 63 નાકાબંધી પોઈન્ટ અને 14 ચેકપોસ્ટ ઉભી કરીને ડ્રગ્સ તથા અન્ય નશાકારક પદાર્થોની અવર-જવર ઉપર કડક નજર રાખવામાં આવી રહી છે.

મહિલાઓની સુરક્ષા માટે શહેરની 71 She Team ભીડભાડવાળા વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરશે. નશો કરીને વાહન ચલાવનાર સામે કડક કાર્યવાહી માટે 443 બ્રેથ એનાલાઈઝરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ડ્રંક એન્ડ ડ્રાઇવ, ઓવરસ્પીડિંગ અને બાઈક સ્ટંટ જેવા ગુનાઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે.

સુરક્ષા માટે QRTની 9 ટીમ, BDDSની 4 ટીમ, 123 PCR/112 વાન, 39 સ્પીડગન કેમેરા અને 2560 બોડીવોર્ન કેમેરા તૈનાત કરાયા છે. ટ્રાફિક નિયમન માટે 31/12/2025 ના સાંજના 6 વાગ્યાથી 01/01/2026 ના રાત્રિના ૩ વાગ્યા સુધી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને વૈકલ્પિક રૂટ જાહેર કરાયા છે.

ક્રાઈમ બ્રાન્ચ અને SOG દ્વારા હોટલ, કલબ, ફાર્મહાઉસ અને ગેસ્ટહાઉસ પર ચેકિંગ કરવામાં આવશે. સમગ્ર શહેરમાં સ્ટેન્ડ-ટુ અમલમાં રહેશે. અમદાવાદ પોલીસએ નાગરિકોને અપીલ કરી છે કે સુરક્ષિત, શિસ્તબદ્ધ અને આનંદમય રીતે નવા વર્ષની ઉજવણી કરે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now