Home Sports After Winning The T20 World Cup Rohit Sharma And Ritika Sajdeh Had A Fight On The Field

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રોહિત અને રિતિકા વચ્ચે મેદાન પર થઈ બોલાચાલી! : વર્લ્ડ કપ સેલિબ્રેશનમાં કપલ વચ્ચે થયો ઝઘડો

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રોહિત અને રિતિકા વચ્ચે મેદાન પર થઈ બોલાચાલી!
Published by: OBS Bureau
Last Updated: Mar 09, 2026, 07:31 AM IST

Rohit Sharma and Ritika Sajdeh : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી T20 વર્લ્ડ કપ 2026 ની ફાઇનલમાં ભારતની શાનદાર જીત બાદ એક એવી ઘટના બની જેને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. એક તરફ ટીમ ઈન્ડિયા જીતનો જશ્ન મનાવી રહી હતી, તો બીજી તરફ ભારતીય ક્રિકેટના દિગ્ગજ રોહિત શર્મા અને તેમની પત્ની રિતિકા સજદેહ વચ્ચે કંઈક એવું થયું જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ બંને વચ્ચે સ્ટેડિયમમાં જ ઉગ્ર વાતચીત થતી જોવા મળી હતી.

રોહિત અને રિતિકા વચ્ચે શું થયું?

મેચ પૂરી થયા બાદ જ્યારે ખેલાડીઓના પરિવારજનો મેદાન પર આવ્યા, ત્યારે રોહિત શર્મા બાઉન્ડ્રી પાસે રિતિકા સજદેહ સાથે વાત કરવા પહોંચ્યો હતો. કેમેરામાં દેખાયા મુજબ, બંને વચ્ચે કોઈ ગંભીર વિષય પર ચર્ચા થઈ રહી હતી. રોહિતના હાથના હાવભાવ અને રિતિકાનો એનિમેટેડ જવાબ જોઈને એવું લાગતું હતું કે, તેમની વચ્ચે કોઈ બાબતે અણબનાવ થયો છે. એક ક્ષણે તો એવું પણ લાગ્યું કે રોહિત હવે વધુ સાંભળવા તૈયાર નથી.

ભારતનો ન્યૂઝીલેન્ડ પર દબદબો

આ ફાઇનલ મેચમાં ભારતે ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતાં નિર્ધારિત 20 ઓવરમાં 255/5 નો વિશાળ સ્કોર ખડકી દીધો હતો. ન્યૂઝીલેન્ડના બોલરો ભારતની બેટિંગ સામે લાચાર દેખાતા હતા. આટલા મોટા સ્કોરને કારણે કિવી ટીમ પર શરૂઆતથી જ દબાણ આવી ગયું હતું.

સંજુ સેમસનનો વિસ્ફોટક અંદાજ

ભારતની આ જીતનો સૌથી મોટો હીરો સંજુ સેમસન રહ્યો હતો. તેને માત્ર 46 બોલમાં 89 રનની આક્રમક ઇનિંગ રમી હતી. તેની આ બેટિંગને કારણે ભારતે ફાઇનલ જેવી મોટી મેચમાં અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર બનાવ્યો હતો. ચાહકો તેના દરેક શોર્ટ પર ઝૂમી ઉઠ્યા હતા.

બોલરોએ કરી કમાલ

જંગી લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમ ભારતીય બોલરો સામે ટકી શકી નહોતી. જસપ્રીત બુમરાહે ફરી એકવાર સાબિત કર્યું કે તે કેમ શ્રેષ્ઠ છે, તેને માત્ર 15 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. જ્યારે અક્ષર પટેલે 27 રન આપીને 3 વિકેટ લીધી હતી. પરિણામે, ન્યૂઝીલેન્ડ 19 ઓવરમાં 159 રનમાં ઓલઆઉટ થઈ ગયું અને ભારત 96 રનથી જીતી ગયું.

રોહિત શર્માની ખાસ ભૂમિકા

નોંધનીય છે કે, રોહિત શર્મા વર્ષ 2024 માં ભારતને વર્લ્ડ કપ જીતાડ્યા બાદ, તેને 2026 ના વર્લ્ડ કપ માટે ઓફિશિયલ એમ્બેસેડર બનાવવામાં આવ્યો હતો. તે એમ. એસ ધોની સાથે સ્ટેડિયમમાં હાજર રહ્યો હતો અને ટીમને પ્રોત્સાહિત કરતો જોવા મળ્યો હતો.

ટીમ ઈન્ડિયાનો ઐતિહાસિક રેકોર્ડ

આ જીત સાથે ભારતે ઇતિહાસ રચી દીધો છે. ભારત હવે દુનિયાની એવી પ્રથમ ટીમ બની ગઈ છે જેને ત્રણ વખત T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હોય. એટલું જ નહીં, સતત બે વાર વર્લ્ડ કપ જીતનારી પણ ભારત પ્રથમ ટીમ બની છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now