Home Entertainment After 2 Divorces Chahatt Khanna Expressed Her Pain Said Life Has Become Very Difficult

'બે-બે વખત છૂટાછેડા...', કોઈ મારી સાથે કામ કરવા માગતું નથી : આ અભિનેત્રીનું છલકાયું દર્દ, કહ્યું - 'જીંદગી ખૂબ મુશ્કેલ થઈ ગઈ છે'

'બે-બે વખત છૂટાછેડા...',  કોઈ મારી સાથે કામ કરવા માગતું નથી
Published by: OBS Bureau
Last Updated: Apr 11, 2025, 03:54 AM IST

ટીવી અભિનેત્રી ચાહત ખન્ના હવે નાના પડદા પર ભાગ્યે જ જોવા મળે છે. જોકે, તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ચાહત તેના અંગત જીવનને લઈને પણ ઘણી ચર્ચામાં રહી છે. તેમના પ્રથમ લગ્ન લાંબા સમય સુધી ટકી શક્યા નહીં. માત્ર 4 મહિનામાં જ તેમના છૂટાછેડા થઈ ગયા. પછી તેણે નવેસરથી જીવન શરૂ કર્યું અને ફરીથી લગ્ન કર્યા. પરંતુ તેમના સંબંધો પણ છૂટાછેડામાં સમાપ્ત થયા. બે છૂટાછેડા પછી હવે લોકો તેના વિશે શું વિચારે છે તે વિશે તેણે ખુલીને વાત કરી. અભિનેત્રીએ કહ્યું કે કોઈ તેની સાથે કામ કરવા પણ નથી ઈચ્છતું.

તાજેતરના ઇન્ટરવ્યુમાં, ચાહતે તેના છૂટાછેડા વિશે વાત કરી અને યાદ કર્યું કે આ કારણે લોકો તેની સાથે કામ કરવાની ના પાડતા હતા. ચાહતે કહ્યું કે છૂટાછેડા અને અલગ થવું ક્યારેય સરળ નથી હોતું, ખાસ કરીને જ્યારે બાળકો હોય. તેણે આગળ કહ્યું, "મારા બીજા છૂટાછેડા ખૂબ મુશ્કેલ હતા. મારી એક પુત્રી ફરહાન સાથે રહે છે અને બીજી મારી સાથે રહે છે અને અમારા સારા સંબંધ છે. અમે બાળકો માટે એકબીજા સાથે વાત કરીએ છીએ કારણ કે તે અમારી જવાબદારી છે.

બે છૂટાછેડા પછી ચાહતનું જીવન બદલાઈ ગયું
ચાહતે તેના અંગત જીવન વિશે વધુમાં કહ્યું કે, કોઈપણ પ્રકારના છૂટાછેડા પીડાદાયક હોય છે. આ બિલકુલ સરળ નથી. ઉપરાંત, જો તમે જાણીતા વ્યક્તિ છો, તો અન્યનો સામનો કરવો મુશ્કેલ બની જાય છે. એવી ઘણી વખત હતી જ્યારે હું લોકોની સામે જવા માંગતી ન હતી કારણ કે હું જાણતી હતી કે તેઓ મને જજ કરશે. મેં મારા બંને ભૂતપૂર્વ પતિઓ પાસેથી કોઈ ભરણપોષણ લીધું નથી. પરંતુ હજુ પણ લોકો મને ગોલ્ડ ડિગર કહે છે. મને આશ્ચર્ય થતું કે, ગો્લ્ડ ક્યા છે? લોકો મને મેસેજ કરે છે અને મને ડીએમ કરે છે. તેઓ કહે છે કે હું ભરણપોષણ પર જીવી રહી છું. 



છૂટાછેડાને લઈને ઈન્ડસ્ટ્રીમાં જે માનસિકતા વિકસી છે તેના વિશે વાત કરતા તેણે કહ્યું, “ઘણા લોકો મારી સાથે કામ કરવા માંગતા ન હતા. જો તમારું નામ ખરાબ લાઈટમાં હોય તો ઘણા લોકો તમારી સાથે જોડાવા માંગતા નથી. જો તમારી અંગત બાબતો મીડિયામાં આટલી બધી હોય તો લોકો તમારી સાથે કામ કરવા માંગતા નથી. એ-લિસ્ટ પ્રોડક્શન હાઉસ તમારી સાથે કામ કરશે નહીં. મેનેજર લેવલના લોકો મને કહેતા કે પ્રેસ મીડિયામાં જે વાતો ચાલી રહી છે તેથી તેે મારી સાથે કામ કરવા સમંત નથી


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now