Home Health-lifestyle Add The Heat Of Romance To Your Boring Life

મેરિડ લાઈફને બનાવો રંગીન : તમારી બોરિંગ લાઈફમાં લગાવો રોમાન્સનો તડકો, કપલ ધ્યાનમાં રાખો આ વાતો

મેરિડ લાઈફને બનાવો રંગીન
Published by: OBS Bureau
Last Updated: Jan 15, 2025, 04:00 PM IST

ઘણીવાર થાય છે કે, લગ્નના અમુક વર્ષો સુધી સાથે રહ્યા બાદ કપલ વચ્ચે એ સ્પાર્ક નથી રહેતો. ઘણા કપલ ફરિયાદ કરતા હોય છે કે, તેમના વચ્ચે પ્રેમ તો છે પરંતુ એ પ્રકારની લાગણી નથી. ઘરની દેખભાળ અને કામ વચ્ચે ઘણીવાર સંબંધોમાં તણાવ આવી જાય છે.લાંબા સમય બાદ કોઈપણ સંબંધમાં સમસ્યા આવે જ છે. આ વાત લગ્નપ્રથા અને રોમેન્ટિક રિલેશનશિપમાં પણ લાગૂ પડે છે. એવું પણ થઈ શકે છે કે, સાથે રહીને પણ પહેલા જેવું આકર્ષણ નથી રહેતું. આ ફીકી પડી રહેલી ચિનગારીને ફરીથી જલાવવું અસંભવ નથી. એના માટે તમે નીચેના ઉપાયો અજમાવી શકો છો.

સ્ક્રીન ફ્રી રહેવું જરૂરી છે
જ્યારે તમે બંને અલગ અલગ ડિવાઈસ પર વ્યસ્ત છો, તો તમે તમારા જીવનસાથી માટે ફરીથી પ્રેમ નથી જગાવી શકતા. તમારા સોશિયલ મીડિયા ફીડ કે તમારા ન્યૂઝ એપ પરથી નજર હટાવો અને તેમના બદલે તમારા સાથી સામે જુઓ. ડિવાઈસ નીચે રાખો અને એકબીજા સાથે વાત કરો. કમ સે કમ દિવસમાં એકવાર એકબીજા સાથે શાંતિથી વાત કરવી જોઈએ.

એકબીજાને ગળે લગાવો
કહેવાય છે કે, ગળે મળવાથી હેપી હોર્મોન્સ રિલીઝ થાય છે. એટલે તમારે દિવસમાં વારંવાર ગળે મળવું જોઈએ. ઈમાગો વિધિનો એક તરીકો છે જેમાં યુગલે એક દિવસમાં 60 સેકંડ માટે એક બીજાને ગળે મળવું જ જોઈએ. જેમાં સમય નથી લાગતો. પરંતુ બોન્ડ વધે છે.

એક્ટિવિટીઝ પ્લાન કરો
તમારા સંબંધમાં શરૂઆતમાં તમે એકસાથ ફરવાનું, ફિલ્મ જોવા જવાનું જેવી અનેક એક્ટિવિટી કરો છે. પરંતુ સમય વિતતાની સાથે જ આ વસ્તુઓ ઓછી થવા લાગે છે. તમારે એકસાથે સમય વિતાવવાનો સમય ન મળતો તો તમારે કપલ ગોલ સેટ કરવા જોઈએ. તમે નાની-મોટી રજા માણવા જઈ શકો છો.

Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now