Home Entertainment Actress Sunny Leone Kept A Knife With Her In Home For This Reason

એક વખત હતો જ્યારે સની લિયોની ઘરમાં છરી લઈને ફરતી હતી : યાદ કર્યા જૂના દિવસો

એક વખત હતો જ્યારે સની લિયોની ઘરમાં છરી લઈને ફરતી હતી
Published by: OBS Bureau
Last Updated: Feb 20, 2025, 07:20 AM IST

ભારતમાં સની લિયોનીને કોણ નથી જાણતું? એડલ્ટ ફિલ્મસ્ટારમાંથી તે મેઈન સ્ટ્રીમ સિનેમાં આવી તે કોઈ ચેલેન્જથી ઓછુ નહોતું. પરંતુ તેમણે સખત મહેનત કરીને બોલિવૂડમાં પોતાનું નામ બનાવ્યું છે. સની લિયોનીના જીવનમાં એક વખત એવો સમય હતો જ્યારે તેને પોતાના જ ઘરમાં છરી લઈને ફરવું પડતું હતું. આ વાતનો ખુલાસો તેમણે ખુદ કર્યો છે.

એક વખત સની અરબાઝ ખાનના શોમાં જોવા મળી ત્યારે તેઓએ અંગત અને વ્યાવસાયિક જીવન સાથે સંબંધિત ઘણા કિસ્સાઓ શેર કર્યા હતા. આ સમય દરમિયાન, તેમણે કહ્યું કે તે એક સમયે એટલી ડરી ગઈ હતી કે તે હંમેશા છરી લઈને ઘરની અંદર જતી હતી.

શોમાં અરબાઝ ખાને સની લિયોનીને કેટલાક પ્રશ્નો પૂછ્યા હતા. તે પ્રશ્નોના જવાબમાં, અભિનેત્રીએ તેના જીવન સાથે સંબંધિત કેટલીક વાતો કીધી હતી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેમણે ક્યારેય કોઈ ટ્રોલર સામે ફરિયાદ નોંધાવી છે. આ અંગે તેણે કહ્યું, "હા, પછી તેણે આખી વાત જાહેર કરી.

છરી શા માટે રાખી?

સની લિયોનીએ કહ્યું હતું, 'તે અમારો પરિચિત હતો, પરંતુ હવે તેને બ્લોક કરી દીધો છે. મેં તેની સામે મુંબઈમાં સાયબર ક્રાઈમ યુનિટમાં ફરિયાદ નોંધાવી હતી. આ માણસ મને પરેશાન કરતો હતો. તેની સાથે, તેના ફોલોઅર્સે પણ મારી ટાઈમલાઈન પર ખરાબ ટિપ્પણીઓ કરવાનું શરૂ કર્યું. તેઓ એટલા હિંસક હતા કે મારા પરિવાર પર હુમલો કર્યો હતો. તેમની સાથે સંકળાયેલા કેટલાક લોકો પણ મારા ઘરે આવ્યા હતા અને તે મારા માટે ખૂબ જ ડરામણો અનુભવ હતો. હું હાથમાં છરી લઈને દરવાજા તરફ જઇ રહી હતી કારણ કે તે સમયે મારા પતિ ઘરે નહોતા. આવી સ્થિતિમાં, ઘણી વખત તેને આખો દિવસ હાથમાં છરી લઈને ફરવું પડતું હતું ".

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now