Home Gujarat Accident Near Lunpur In Deesa Banaskantha

બનાસકાંઠાના ડીસામાં લુણપુર પાસે અકસ્માત : બે બાઈક વચ્ચે ટક્કર, ત્રણના મોત

બનાસકાંઠાના ડીસામાં લુણપુર પાસે અકસ્માત
Published by: OBS Bureau
Last Updated: Feb 18, 2026, 04:47 AM IST

ગુજરાતના બનાસકાંઠા જિલ્લોમાં ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. ડીસા તાલુકાના લુણપુર ગામ નજીક બે બાઈક સામસામે ટકરાતા ભયાનક અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ બંને બાઈક ઝડપમાં હોવાને કારણે અચાનક સામસામે અથડાઈ ગઈ હતી, જેના કારણે અકસ્માત ખૂબ જ ગંભીર બન્યો હતો.

ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા

આ દુર્ઘટનામાં બાઈક પર સવાર ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત એટલો જોરદાર હતો કે બાઈક સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી. ઘટના બાદ આસપાસના લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા અને તાત્કાલિક પોલીસ તેમજ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી.

પોલીસે તપાસ હાથ ધરી

ડીસા તાલુકા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્રણ યુવકોના અકાળ મોતના સમાચાર મળતા જ સિવિલ હોસ્પિટલ ખાતે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને શોકનો માહોલ છવાઈ ગયો હતો. પોલીસ દ્વારા અકસ્માતના ચોક્કસ કારણોની તપાસ કરવામાં આવી રહી છે. પ્રાથમિક અનુમાન મુજબ વધુ ઝડપ અને બેદરકારી અકસ્માતનું કારણ બની હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સમગ્ર વિસ્તારમાં આ દુર્ઘટનાને લઈને ભારે દુઃખ અને શોકની લાગણી જોવા મળી રહી છે.

મૃતકોના નામ

સિધ્ધરાજસિંહ નરભેસિંહ - કંબોઈ

વજેસિંગ વેલસીહ પરમાર - લુણપુર ર

રણજીતસિંહ અજમલસિંહ સોલંકી - દશાનાવાસ

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now