Home Gujarat Absent Migrated Name Not On Asd List

ગેરહાજર, સ્થળાંતરિત, ASD યાદીમાં નામ નથી? : મતદારો ફોર્મ નં 6 ભરીને મતદારયાદીમાં નામ કરાવી શકશે સામેલ, જાણો વિગતે

ગેરહાજર, સ્થળાંતરિત, ASD યાદીમાં નામ નથી?
Published by: OBS Bureau
Last Updated: Dec 13, 2025, 09:51 AM IST

મતદાર યાદીની ખાસ સઘન સુધારણા (SIR) ઝુંબેશ અંતર્ગત ગુજરાતના તમામ 182 વિધાનસભા મતવિસ્તારમાં ગણતરીના તબક્કાની 100 ટકા કામગીરી પૂર્ણ થઈ ચુકી છે. આ તબક્કાના છેલ્લા દિવસોમાં વિધાનસભા બેઠક દીઠ દરેક મતદાન મથકના બૂથ લેવલ ઓફિસર (BLO) દ્વારા સ્થાનિક આગેવાનો અને માન્ય રાજકીય પક્ષના બૂથ લેવલ એજન્ટ (BLA) સાથે મિટિંગ કરીને તૈયાર કરાયેલી ગેરહાજર/સ્થળાંતરિત/મૃતક મતદારોની યાદી તૈયાર કરવામાં આવી છે.

ASD યાદીમાં નામ ન હોય તો?

આ યાદી કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારીઓ તથા મુખ્ય નિર્વાચન અધિકારી (CEO)ની વેબસાઈટ પર પણ પ્રદર્શિત કરવામાં આવી છે. જે પણ મતદારોના નામ તેમના ભાગમાં, આ ASD યાદીમાં સામેલ હોય તેઓ તેમનું નામ હાલ જ્યાં રહેતા હોય તે વિધાનસભામાં દાખલ કરાવવા માટે ફોર્મ નં 6 ભરીને તેમના ભાગના BLOને આપી શકે છે.

ફોર્મ નં 8 ભરી BLOને આપી શકાશે

જે મતદારનું નામ ગેરહાજર/સ્થળાંતરિત મતદારોની યાદીમાં નથી પરંતુ તેઓનું તેમના જૂના સરનામેથી કાયમી સ્થળાંતરિત થયું હોય અથવા મતદારયાદીમાં નોંધાયેલી વિગતોમાં ફેરફાર કરાવવાનો હોય તેવા મતદારો ફોર્મ નં 8 ભરીને તેમના વિસ્તારના BLOને આપી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now