Home Entertainment Abhishekh Banerjee Stolen Movie Released Today

Offbeat રિવ્યૂ : કાસ્ટિંગ ડાયરેક્ટરથી લીડ એક્ટર સુધી, અભિષેક બેનર્જી એ 'Stolen' દ્વારા બતાવ્યું છે કે તેવો એક 'ક્લાસ-એક્ટર' છે

Offbeat રિવ્યૂ
Published by: OBS Bureau
Last Updated: Jun 04, 2025, 02:45 PM IST

અભિષેક બેનરજી એમની રીસંટ મુવી ‘સ્ટોલન’માં સાબિત કરે છે કે તેઓ માત્ર સાઈડ રોલ માટે નહીં, લીડ રોલ માટે પણ સંપૂર્ણપણે લાયક છે. કહાની એક રાતની છે, જ્યાં એક ગરીબ મહિલાની દીકરી રેલવે પ્લેટફોર્મ પરથી ગુમ થઇ જાય છે. એ સમયે ત્યાં હાજર હોય છે ગૌતમ (Abhishekh Banerjee) અને તેનો ભાઈ રમણ (Shubham Vardhan) અને બેકસુર હોવા છતાં, બંને આવી ઘટનામાં ફસાઈ જાય છે.

જેમ તપાસ આગળ વધે છે, તેમ વાસ્તવિકતા અને ભ્રમ વચ્ચેનો ભેદ ધૂંધળો બનતો જાય છે. સોશિયલ મીડિયા પર તેમની કારનો ફોટો વાયરલ થાય છે અને લોકો તેમને બાળકીના અપહરણકર્તા માને છે.

અભિષેક ગૌતમના પાત્રમાં જે અંદરની ગભરાટ, ગુસ્સો અને તણાવ બતાવે છે, એ આખાં કેરેક્ટરને કમ્પ્લીટ બનાવે છે. ખાસ કરીને જ્યારે તેને સમજ પડે છે કે પૈસા કે પાવર અહીં કોઈ કામના નથી ત્યારે તેમની આંખો આખા રોલની ગેહરાઈ બતાવે છે.

ફિલ્મ કોઈ અનવોન્ટેડ ડ્રામા વગર પણ એકદમ અસરકારક છે. અભિષેક અને શુભમ વર્દન વચ્ચે ભાઈભાઈનો રીલેશનશીપ પણ બહુ નેચરલ લાગે છે એક ભાઈ ગભરાયેલો છે અને બીજો સંયમી છે.

‘સ્ટોલન’ ફક્ત એક સામાન્ય થ્રિલર નથી એ સમાજના સત્ય, ભય અને ભ્રમની વાત છે. ફિલ્મના ડાયરેક્ટર કરણ તેજપાલ છે અને નિર્માતા છે અરુણક કશ્યપ, કિરણ રાવ, નીખિલ અડવાણી અને વિક્રમાદિત્ય મોટવાણે.

આજથી આ ફિલ્મ Prime Video પર ઉપલબ્ધ છે.  આ માત્ર એક ફિલ્મ નથી, પણ અભિષેક બેનરજીના બેસ્ટ પર્ફોર્મન્સમાંથી એક છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now