Home Sports Abhishek Sharma Wins Icc Player Of The Month Award

Abhishek Sharma ને મળ્યો ICC Player Of The Month એવોર્ડ! : અભિષેક શર્માએ એવોર્ડ મળવા પર શું કહ્યું?

Abhishek Sharma ને મળ્યો ICC Player Of The Month એવોર્ડ!
Published by: OBS Bureau
Last Updated: Oct 16, 2025, 12:27 PM IST

Abhishek Sharma becomes Player of the Month: ICC એ અભિષેક શર્માને સપ્ટેમ્બર મહિના માટે Player of the Month તરીકે પસંદ કર્યો છે. એશિયા કપ 2025 માં તેના શાનદાર પ્રદર્શન બદલ તેને પુરસ્કાર આપવામાં આવ્યો છે. બીજી તરફ, સ્મૃતિ મંધાના મહિલાઓમાં Player of the Month બની છે. અભિષેક શર્મા એશિયા કપ ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો, તેણે પોતાની વિસ્ફોટક બેટિંગથી 7 મેચમાં 314 રન બનાવ્યા હતા.

અભિષેક શર્માનું એશિયા કપમાં પ્રદર્શન

એશિયા કપ ટુર્નામેન્ટમાં અભિષેક શર્માએ 200 ના ધમાકેદાર સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરી હતી. તે સમગ્ર ટુર્નામેન્ટમાં સૌથી વધુ અડધી સદી ફટકારનાર બેટ્સમેન પણ હતો. તેણે 3 હાફ-સેંચુરી ફટકારી હતી. તેણે ટુર્નામેન્ટમાં સૌથી વધુ ચોગ્ગા (32) અને સૌથી વધુ છગ્ગા (19) ફટકારવાનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો હતો. આ પ્રભાવશાળી પ્રદર્શન માટે તેમને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ પણ જાહેર કરવામાં આવ્યા હતા. એશિયા કપમાં અભિષેક શર્માની એવરેજ 44.85 હતી.

ડેવિડ મલાનનો રેકોર્ડ તોડ્યો હતો

અભિષેક શર્માએ એશિયા કપમાં પોતાના પ્રદર્શનના આધારે ICC T20 બેટિંગ રેન્કિંગમાં ઇતિહાસ રચ્યો. તે T20 બેટિંગ રેન્કિંગમાં સૌથી વધુ રેટિંગ પોઈન્ટ ધરાવતો ખેલાડી બન્યો. હાલમાં તેના 931 રેટિંગ પોઈન્ટ છે. તેને ઇંગ્લેન્ડના ડેવિડ મલાનનો 919 રેટિંગ પોઈન્ટનો રેકોર્ડ તોડ્યો, જે 2020 માં બનાવ્યો હતો.

ICC એવોર્ડ જીતવા પર અભિષેકે શું કહ્યું?

ICC Player of the Month તરીકે જાહેર થવા પર, અભિષેક શર્માએ કહ્યું, "ICC એવોર્ડ જીતીને ખૂબ જ ખુશ છું. એ પણ ખુશીની વાત છે કે આ એવોર્ડ ભારતના વિજયમાં ફાળો આપનારા પ્રદર્શન માટે મળ્યો છે. મને એવી ટીમનો ભાગ બનવાનો ગર્વ છે જે મુશ્કેલ પરિસ્થિતિઓને પાર કરી શકે છે અને જીતી શકે છે. T20I માં અમારો તાજેતરનો રેકોર્ડ ટીમના સારા વાતાવરણ અને સકારાત્મક માનસિકતાને દર્શાવે છે."

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now