Home Sports Abhishek Sharma Mahira Sharma Dating Rumours Bracelet Viral

અભિષેક શર્માના દિલમાં વસેલી આ રૂપસુંદરી કોણ છે? : એકસરખા બ્રેસલેટ અને પોસ્ટે ખોલી નાખી પોલ!

Abhishek Sharma and Mahira Sharma
Image Credit: Instagram
Published by: Aryan Shah
Last Updated: Jun 08, 2026, 01:55 PM IST

Abhishek Sharma : ભારતીય ક્રિકેટ ટીમના વિસ્ફોટક ઓપનર બેટ્સમેન અભિષેક શર્મા હાલમાં ખૂબ જ ચર્ચામાં છે. IPL 2026માં શાનદાર પ્રદર્શન કર્યા બાદ તે ટીમ ઇન્ડિયા સાથે ઇંગ્લેન્ડ અને આયરલેન્ડના પ્રવાસે જવાનો છે. પરંતુ આ પ્રવાસ પર રવાના થાય તે પહેલા અભિષેક શર્મા તેની રમત કરતાં વધુ પોતાની પર્સનલ લાઈફને કારણે લાઈમલાઈટમાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિષેક શર્મા પ્રખ્યાત એક્ટ્રેસ માહિરા શર્માને ડેટ કરી રહ્યો હોવાની વાતો સોશિયલ મીડિયા પર વહેતી થઈ છે.

નવા લિંકઅપના સમાચાર

ભારતીય ક્રિકેટ ટીમના યુવા સ્ટાર અભિષેક શર્મા અને અભિનેત્રી માહિરા શર્માના લિંકઅપના સમાચારે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. તાજેતરમાં જ માહિરા અને અભિષેકે પોતપોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરો જોયા પછી ફેન્સ એવો અંદાજ લગાવી રહ્યા છે કે આ બંને ગુપચુપ એકબીજાને ડેટ કરી રહ્યા છે અને એક પોસ્ટે તેમની પોલ ખોલી નાખી છે.

FIFA વર્લ્ડ કપ પહેલા ઈંગ્લેન્ડ ટીમના બેઝ નજીક અંધાધૂંધ ફાયરિંગ!: કનસાસ સિટીમાં થયેલી ઘટનામાં 9 લોકો ઘાયલ

માહિરા શર્માની રહસ્યમય પોસ્ટ

તાજેતરમાં જ માહિરા શર્માએ ઇન્સ્ટાગ્રામ પર બ્લેક ટેન્ક ટોપ અને જીન્સ પહેરીને કેટલીક સુંદર તસવીરો પોસ્ટ કરી હતી. આ ફોટોઝ સાથે તેણે કેપ્શનમાં લખ્યું કે, 'બાતે બનાના ચાહતે હો બનાઓ, લેકિન સિર્ફ મેરી ક્યૂટનેસ કી'. જો કે, આ તસવીરોમાં લોકોનું ધ્યાન માહિરાની ક્યૂટનેસ કરતાં તેના હાથમાં રહેલા એક ખાસ બ્રેસલેટ પર વધુ ગયું હતું.

એક સરખા બ્રેસલેટનું કનેક્શન

માહિરાએ તેના હાથમાં કાળા રંગનું પ્લસ સાઇન (Plus Sign) વાળું એક બ્રેસલેટ પહેર્યું હતું. આ બ્રેસલેટ જોયા પછી જ ફેન્સે ક્રિકેટર અભિષેક શર્મા સાથે તેનું નામ જોડવાનું શરૂ કર્યું. હકીકતમાં માહિરાએ જ્યારે ઇન્સ્ટાગ્રામ પર આ પોસ્ટ શેર કરી, બરાબર તે જ સમયે અભિષેક શર્માએ પણ પોતાના બે ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.

‘હું કોઈના પડછાયામાં નહીં રહું’, કેપ્ટન બનતા જ બતાવ્યા તેવર!: શ્રેયસનો સંદેશ કે ગંભીરને ચેતવણી?

અભિષેકના હાથમાં પણ એ જ બ્રેસલેટ

IPL પૂરી થયા પછી અભિષેકે જે ફોટા પોસ્ટ કર્યા હતા, તેમાં તેના હાથમાં પણ બિલકુલ એવું જ પ્લસ સાઇન વાળું બ્રેસલેટ જોવા મળ્યું હતું જેવું માહિરાના હાથમાં હતું. આટલું જ નહીં, આઈપીએલની મેચો દરમિયાન પણ અભિષેક આ બ્રેસલેટ પહેરેલો જોવા મળ્યો હતો. બંનેએ એક જ સમયે પોસ્ટ મૂકી અને બંનેના હાથમાં એક સરખું બ્રેસલેટ જોઈને ફેન્સ વિચારવા મજબૂર થયા છે.

સંબંધો પર સત્તાવાર મહોર બાકી

બંને સ્ટાર્સના હાથમાં એક જ જેવું બ્રેસલેટ હોવાને કારણે ફેન્સ હવે સોશિયલ મીડિયા પર અલગ-અલગ પ્રકારની ગોસિપ કરી રહ્યા છે. જો કે, અભિષેક શર્મા કે માહિરા શર્મા તરફથી આ સંબંધ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કે જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ તેમની આ સોશિયલ મીડિયા પોસ્ટે નેટીઝન્સને ચર્ચા કરવાનો એક મોટો મુદ્દો જરૂર આપી દીધો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now