Home Gujarat Aap State President Isudan Gadhvi Makes Serious Allegations Against The Government

''પશુપાલકોને પોતાના ન્યાય માટે પણ મરવું પડે છે'' : AAPના ઈસુદાન ગઢવીના સરકાર પર તીખા પ્રહાર

''પશુપાલકોને પોતાના ન્યાય માટે પણ મરવું પડે છે''
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jul 18, 2025, 10:17 AM IST

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ 23 જુલાઈના રોજ ગુજરાત પ્રવાસે આવશે. તેમના પ્રવાસ કાર્યક્રમને લઈ ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ કહ્યું કે, ''અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ખેડૂતો અને પશુપાલકોને સમર્થન જાહેર કરવા ‘ખેડૂત પશુપાલક મહાપંચાયત’માં હાજરી આપશે તેમજ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ચૈતર વસાવાના સમર્થનમાં વિશાળ જનસભા પણ સંબોધશે''


અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ગુજરાત આવશે

ઈસુદાન ગઢવીએ કહ્યું કે, ''અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન 23 જુલાઈના રોજ મોડાસા ખાતે ‘ખેડૂત પશુપાલક મહાપંચાયત’માં પશુપાલકોના હક અને ન્યાય માટે અવાજ ઉઠાવશે અને અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન 24 જુલાઈના રોજ ડેડીયાપાડા ખાતે ચૈતર વસાવા પર કરવામાં આવેલા ખોટા કેસો વિરુદ્ધ મોરચો માંડશે''


''પશુપાલકોને પોતાના ન્યાય માટે પણ મરવું પડે છે''

આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ કહ્યું કે, ''ગુજરાતમા ભાજપ સરકારનું ભષ્ટ્રાચાર ચરમસીમાએ પહોંચ્યું છે, જેમાં પણ હવે પશુપાલકો અને ખેડૂતોનું ભોગ લેવાનું શરૂ કર્યું છે''. વધુમાં કહ્યું કે, ''ઉત્તર ગુજરાતમાં જે ડેરીમાં ભાવ વધારો માંગવા ગયેલા ખેડૂતો પર ખોટી રીતે લાઠી ચાર્જ કરીને તેમજ ટીયર ગેસ છોડવવામાં આવ્યા અને જેમાં એક પશુપાલકનું મોત પણ થયું છે. ભાજપના રાજમાં ખેડૂતો અને પશુપાલકોને પોતાના ન્યાય માટે પણ મરવું પડે છે, પોતાના જીવનો બલિદાન આપવું પડી રહ્યું છે''.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now