Home Gujarat Aap Region In Charge Gopal Rai Held A Meeting With Workers In Vadodara

વડોદરામાં AAP પ્રદેશ પ્રભારી ગોપાલ રાયે કાર્યકર્તા સાથે યોજી બેઠક : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ કરી ચર્ચા

વડોદરામાં AAP પ્રદેશ પ્રભારી ગોપાલ રાયે કાર્યકર્તા સાથે યોજી બેઠક
Published by: OBS Bureau
Last Updated: Dec 14, 2025, 01:21 PM IST

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવતાં વડોદરામાં આમ આદમી પાર્ટી (AAP) એક્શન મોડમાં આવી ગઈ છે. વડોદરામાં AAPના પ્રદેશ પ્રભારી ગોપાલ રાયની આગેવાનીમાં એક મહત્વપૂર્ણ ચૂંટણીલક્ષી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રદેશ પ્રભારી ગોપાલ રાય સહિત પાર્ટીના વિવિધ પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા.

AAP પ્રદેશ પ્રભારીની વડોદરામાં બેઠક

બેઠક દરમિયાન ગોપાલ રાયે કાર્યકરોને આગામી ચૂંટણી માટે સંગઠન મજબૂત કરવાની સાથે જમીનસ્તર પર કામ કરવાની દિશામાં મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું. AAP કાર્યકર્તાઓના જણાવ્યા મુજબ, આ બેઠકમાં ખાસ કરીને આગામી મહાનગરપાલિકાની ચૂંટણીઓની તૈયારીને ધ્યાનમાં રાખીને વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી અને ચૂંટણી રણનીતિ ઘડવામાં આવી હતી.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સક્રિય ભૂમિકા મુદ્દે કરી ચર્ચા

આ બેઠક દ્વારા વડોદરામાં આમ આદમી પાર્ટી પોતાની હાજરી વધુ મજબૂત કરવા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સક્રિય ભૂમિકા ભજવવા માટે તૈયારીઓ તેજ કરી રહી હોવાનું સ્પષ્ટ બન્યું છે. પાર્ટી કાર્યકરોમાં નવી ઉર્જા અને ઉત્સાહ જોવા મળ્યો હતો, જ્યારે આવનારી ચૂંટણીને લઈને રાજકીય માહોલ પણ ગરમાયો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now