Home National Aai Duty Free Shop Tender New Policy India

એરપોર્ટ પર બિઝનેસ કરવાની સુવર્ણ તક : જાણો AAI ની નવી ટેન્ડર પ્રક્રિયા અને નિયમો

એરપોર્ટ પર દુકાનો
Published by: Chintan Chavda
Last Updated: Apr 02, 2026, 12:32 PM IST

દેશના એરપોર્ટ પર ડ્યૂટી ફ્રી શોપ શરૂ કરવા માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI) દ્વારા નવી ટેન્ડર પ્રક્રિયા જાહેર કરવામાં આવી છે. આ વખતે સૌથી મહત્વપૂર્ણ ફેરફાર એ છે કે ટેન્ડરમાંથી અનુભવની શરત હટાવી દેવામાં આવી છે, જેના કારણે સ્થાનિક વેપારીઓ માટે પણ મોટી તક ઊભી થઈ છે. હવે નાનાં-મધ્યમ વ્યવસાયકારો પણ આ ક્ષેત્રમાં પ્રવેશ કરી શકશે.

આ ટેન્ડર માટે વાર્ષિક ઓછામાં ઓછું 2.37 કરોડ રૂપિયાનું ટર્નઓવર ધરાવતા એકમો ઓનલાઇન બિડ કરી શકશે. પસંદગી પામેલી સંસ્થાએ તમામ જરૂરી સરકારી મંજૂરીઓ મેળવીને 6 મહિનાની અંદર આઉટલેટ શરૂ કરવું ફરજિયાત રહેશે. ખાસ કરીને લિકર વેચાણ માટે રાજ્યના એક્સાઇઝ વિભાગની મંજૂરી અને લાઇસન્સ મેળવવું જરૂરી રહેશે.

એરપોર્ટ અને બજાર ભાવમાં તફાવત

ડ્યૂટી ફ્રી શોપમાં અનેક વસ્તુઓ બજાર કરતાં ઓછી કિંમતે ઉપલબ્ધ થશે. ઉદાહરણ તરીકે, 1 લિટર લિકર-ટોબેકોનો ભાવ બજારમાં ₹4,500થી ₹7,500 વચ્ચે હોય છે, જ્યારે એરપોર્ટ પર તે ₹3,200થી ₹5,500માં મળી શકે છે. 100 મિ.લી. પરફ્યુમ બજારમાં ₹6,000થી ₹12,000 સુધી મળે છે, જ્યારે ડ્યૂટી ફ્રીમાં તે ₹4,500થી ₹9,000 સુધી ઉપલબ્ધ રહેશે. કોસ્મેટિક્સ, ચોકલેટ, ઇલેક્ટ્રોનિક્સ અને વોચ-જ્વેલરીમાં પણ નોંધપાત્ર ભાવ તફાવત જોવા મળશે.

આ પણ વાંચો: શું તમે હજુ 2000 રૂપિયાની નોટ રાખી છે? : RBIએ આપી છેલ્લી તક! જાણો ક્યાં અને કેવી રીતે બદલવી?

ટેન્ડરની મુખ્ય શરતો

AAI દ્વારા જાહેર કરાયેલ ટેન્ડરમાં કેટલીક મહત્વપૂર્ણ શરતો રાખવામાં આવી છે. તેમાં વાર્ષિક 2.37 કરોડનું ટર્નઓવર ફરજિયાત છે, પરંતુ અનુભવની શરત હટાવવામાં આવી છે. લિકર વેચાણ માટે એક્સાઇઝ વિભાગની મંજૂરી લેવી પડશે. પસંદગી બાદ 6 મહિનામાં દુકાન શરૂ કરવી પડશે અને સિક્યોરિટી ડિપોઝિટ જમા કરાવવી પડશે. આ કોન્ટ્રાક્ટનો ગાળો 5 થી 7 વર્ષનો રહેશે.

આ નવી નીતિથી સ્થાનિક વેપારીઓ માટે એરપોર્ટ પર બિઝનેસ કરવાની નવી તકો ઊભી થશે અને સ્પર્ધા વધવાથી ગ્રાહકોને પણ વધુ સસ્તા દરે ઉત્પાદનો ઉપલબ્ધ થશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now