Home Gujarat A Young Man Was Beaten To Death In An Office In Vadodara

વડોદરામાં યુવકને ઓફિસમાં પુરી માર્યો ઢોર માર : લાફાવાળી કરી, ઇન્ડિયાબુલ મોલની એક ઓફિસનો બનાવ, માર મારવાનો કારણ?

વડોદરામાં યુવકને ઓફિસમાં પુરી માર્યો ઢોર માર
Published by: OBS Bureau
Last Updated: Feb 17, 2026, 07:33 AM IST

વડોદરા શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલ ઇન્ડિયાબુલ મોલની એક ઓફિસમાં યુવકને બંધક બનાવી ઢોર માર મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયો સામે આવતાં જ શહેરમાં હલચલ મચી ગઈ છે.

વડોદરામાં યુવકને ઢોર માર માર્યો!

માહિતી મુજબ અલકાપુરી વિસ્તારમાં આવેલા ઇન્ડિયાબુલ મોલની અંદર આવેલી એક ઓફિસમાં કેટલાક યુવાનો અને એક યુવતી દ્વારા એક યુવકને રૂમમાં બંધક બનાવીને માર મારવામાં આવ્યો હતો. વાયરલ થયેલા વીડિયોમાં યુવકને બેહિસાબ માર મારવામાં આવતો દેખાય છે. ઘટનાના કારણો અંગે હજી સ્પષ્ટ માહિતી સામે આવી નથી અને યુવકને માર મારવાનું સાચું કારણ અકબંધ છે.

પોલીસ તંત્ર હરકતમાં આવ્યું

વીડિયો વાયરલ થતાં જ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરી છે. વીડિયોના આધારે સંડોવાયેલા લોકોની ઓળખ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે અને સંબંધિત ઓફિસ તેમજ સ્થળની પણ તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટનાએ શહેરમાં કાયદો અને વ્યવસ્થાને લઈને પ્રશ્નો ઉભા કર્યા છે. જાહેરમાં આવા પ્રકારની હિંસક ઘટનાનો વીડિયો વાયરલ થવાથી લોકોમાં ભય અને અસુરક્ષાની લાગણી ફેલાઈ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now