Home Sports A Wonderful Incident Happened On The Cricket Ground

ક્રિકેટના ગ્રાઈન્ડ પર બની અદભૂત ઘટના : પિતાના બોલ પર બેટાએ ફટકારી લાંબી સિક્સર

ક્રિકેટના ગ્રાઈન્ડ પર બની અદભૂત ઘટના
Published by: OBS Bureau
Last Updated: Jul 26, 2025, 09:53 AM IST

ક્રિકેટ ઇતિહાસની કદાચ સૌથી અનોખી ક્ષણ શ્પાગીઝા ક્રિકેટ લીગ 2025 માં જોવા મળી હતી. જ્યારે અફઘાનિસ્તાનના દિગ્ગજ ઓલરાઉન્ડર મોહમ્મદ નબીને તેના જ પુત્ર હસન ઇસાખિલે પહેલા જ બોલ પર શાનદાર સિક્સ ફટકારી હતી. અમો શાર્ક્સ અને મિસ આઈનાક નાઈટ્સ વચ્ચે રમાયેલી આ મેચમાં આ દૃશ્ય જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ પિતા-પુત્રનો મુકાબલો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

પિતાના બોલ પર બેટાએ ફટકારી લાંબી સિક્સર

22 જુલાઈના રોજ રમાયેલી મેચમાં, એમો શાર્ક્સ અને મિસ આઈનાક નાઈટ્સની ટીમો સામસામે હતી. મોહમ્મદ નબી મિસ આઈનાક માટે બોલિંગ કરવા આવ્યા હતા, અને તેમનો પોતાનો પુત્ર હસન ઈસાખિલ તેમની સામે બેટિંગ કરી રહ્યો હતો. નબીના પહેલા જ બોલ પર હસને લોંગ ઓન પર શાનદાર સિક્સ ફટકારી અને તે પછી તે થોડો હસતો જોવા મળ્યો. મોહમ્મદ નબીની ઓવરમાં કુલ 12 રન ફટકાર્યા હતા.

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ચાહકો તેને ક્રિકેટનો વારસો કહી રહ્યા છે. જ્યાં પુત્ર મેદાન પર પોતાના પિતાને સખત સ્પર્ધા આપે છે અને રમતને નવી ઊંચાઈઓ પર લઈ જઈ રહ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now