Budh Gochar 2025: 23 નવેમ્બર 2025ના રોજ સાંજે 7:58 વાગ્યે બુધ ગ્રહ તુલા રાશિમાં પ્રવેશ કરશે, જ્યાં શુક્ર પહેલેથી જ વિરાજમાન છે. આ બંને શુભ ગ્રહોની યુતિથી વૈદિક જ્યોતિષમાં અત્યંત પવિત્ર અને શક્તિશાળી લક્ષ્મી નારાયણ યોગ બનાવશે. આ યોગ ધન-સમૃદ્ધિ, વૈભવ, સામાજિક પ્રતિષ્ઠા અને સુખ-શાંતિ આપનારો માનવામાં આવે છે.આ દુર્લભ યોગથી સૌથી વધુ લાભ આ 5 રાશિઓને મળવાનો છે.
1. મેષ રાશિ
સાતમા ભાવમાં લક્ષ્મી નારાયણ યોગ બનતાં આર્થિક સ્થિતિ મજબૂત થશે. બાકી કામ પૂરાં થશે, પ્રમોશન-ઇન્ક્રીમેન્ટની પ્રબળ શક્યતા, પરિવાર તરફથી પૂર્ણ સહયોગ, લાંબી યાત્રા અને રોકાણોથી મોટો નફો થવાના યોગ.
2. મિથુન રાશિ
પાંચમા ભાવમાં આ યોગથી ભાગ્યોદય. વ્યવસાયિક નિર્ણયો સફળ થશે, કાર્યસ્થળે વરિષ્ઠો તરફથી વાહવાહી, પ્રેમ જીવન મધુર, જીવનસાથી સાથે સંબંધ મજબૂત, નવા પ્રોજેક્ટ શરૂ કરવાનો શ્રેષ્ઠ સમય (સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો).
3. કર્ક રાશિ
ચોથા ભાવમાં બનતો આ યોગ ઘરની સુખ-સુવિધાઓમાં વૃદ્ધિ કરશે. નાણાકીય લાભ, રિયલ એસ્ટેટમાં ફાયદો, કાર્યસ્થળે માન-સન્માન, સાથીદારોનો સહયોગ, સ્વાસ્થ્ય સારું, ધાર્મિક-આધ્યાત્મિક રુચિ વધશે.
4. તુલા રાશિ
લગ્ન ભાવમાં જ બુધ-શુક્રની યુતિ એટલે વ્યક્તિત્વમાં ચમક અને જીવનમાં સુખ-સમૃદ્ધિનો વરસાદ. વિદેશ યાત્રા, જૂના પ્રોજેક્ટમાંથી ધનલાભ, વેપાર-ધંધામાં સકારાત્મક પરિણામ, દાંપત્ય જીવન સુખમય, અવિવાહિતોને લગ્નના સારા પ્રસ્તાવ.
5. મકર રાશિ
દસમા ભાવમાં આ યોગ કારકિર્દીમાં મોટી ઉન્નતિ લાવશે. નેતૃત્વ ક્ષમતાનું પ્રદર્શન, નાણાકીય લાભ, વિચારપૂર્વક રોકાણથી ફાયદો, વિદેશ સંબંધિત કામમાં પ્રગતિ, વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા.
આ દુર્લભ લક્ષ્મી નારાયણ યોગનો લાભ લેવા માટે 23 નવેમ્બર પછી વિષ્ણુ-લક્ષ્મીની પૂજા, “ઓમ નમો નારાયણાય” અથવા “ઓમ શ્રીં લક્ષ્મી નારાયણાભ્યાં નમઃ” મંત્રનો જાપ કરવો અત્યંત શુભ રહેશે.




















