Home Sports A Player Who Was Part Of The Rr Team In Ipl 2018 Bought The Rcb Team

IPL 2018 માં RR ની ટીમનો ભાગ રહેલા ખેલાડીએ ખરીદી RCB ની ટીમ! : જાણો કોણ છે RCB ના નવા માલિક

IPL 2018 માં RR ની ટીમનો ભાગ રહેલા ખેલાડીએ ખરીદી RCB ની ટીમ!
Published by: Aryan Shah
Last Updated: Mar 25, 2026, 07:23 AM IST

RCB : આજથી બરાબર ત્રણ દિવસ પછી IPL 2026 નો ધમાકેદાર શુભારંભ થવાનો છે. પરંતુ તે પહેલા જ ક્રિકેટ જગતમાંથી એક ખૂબ જ ચોંકાવનારા અને મોટા સમાચાર સામે આવ્યા છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ફ્રેન્ચાઈઝી હવે નવા હાથોમાં સોંપાઈ ગઈ છે. RCB ટીમને આદિત્ય બિરલા ગ્રુપના નેતૃત્વ હેઠળના એક મોટા ગ્રુપે ખરીદી લીધી છે, જેમાં ટાઇમ્સ ઓફ ઇન્ડિયા ગ્રુપ અને બોલ્ટ વેન્ચર્સ જેવા દિગ્ગજો પણ સામેલ છે.

ઐતિહાસિક બિઝનેસ ડીલ

RCB માટેની આ ડીલ IPL ઇતિહાસની સૌથી મોંઘી ડીલ માનવામાં આવી રહી છે. રિપોર્ટ્સ મુજબ, આદિત્ય બિરલા ગ્રુપે આશરે 16,706 કરોડ રૂપિયા (1.78 અબજ ડોલર) ચૂકવીને યુનાઈટેડ સ્પિરિટ્સ લિમિટેડ પાસેથી 100 ટકા ભાગીદારી ખરીદી લીધી છે. આ સોદા સાથે જ RCB હવે લીગની સૌથી મૂલ્યવાન ટીમ બની ગઈ છે.

ખેલાડીથી માલિક સુધીની સફર

આ ડીલમાં સૌથી વધુ ચર્ચા આર્યમાન વિક્રમ બિરલાની થઈ રહી છે. કુમાર મંગલમ બિરલાના પુત્ર આર્યમાન હવે RCB ના નવા ચેરમેન હશે. રસપ્રદ વાત એ છે કે, વર્ષ 2018 માં આર્યમાન પોતે એક ખેલાડી તરીકે IPL નો ભાગ રહ્યા હતા. રાજસ્થાન રોયલ્સે તેમને 30 લાખ રૂપિયામાં ખરીદ્યા હતા, જોકે તેમને ડેબ્યૂ કરવાની તક મળી નહોતી. જે ખેલાડી ક્યારેય મેદાન પર ન ઉતરી શક્યો, તે આજે તે જ લીગની સૌથી મોંઘી ટીમનો માલિક બની ગયો છે.

ક્રિકેટ છોડીને બિઝનેસમાં કાઠું કાઢ્યું

2018 માં IPL માં ડેબ્યૂ કરવાની તક ન મળતા 28 વર્ષના આર્યમાન બિરલાએ 2019 માં ક્રિકેટમાંથી બ્રેક લઈને ફેમિલી બિઝનેસમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો. આર્યમાન બિરલા મધ્ય પ્રદેશ માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમી ચૂક્યા છે અને રજત પાટીદાર સાથે ઓપનિંગ પણ કરી ચૂક્યો છે. 9 ફર્સ્ટ ક્લાસ મેચમાં તેમના નામે એક સેન્ચુરી પણ છે. હવે તે મેદાન પર બેટથી નહીં, પણ બોર્ડરૂમમાંથી RCB માટે રણનીતિ બનાવતા જોવા મળશે.

ગજબનો સંયોગ

રાજસ્થાન રોયલ્સની ટીમે 2018 માં તેમણે બૅન્ચ પર બેસાડી રાખ્યા હતા અને ડેબ્યૂ માટેની તક આપી નહોતી, જ્યારે RCB ના ચેરમેન તરીકે આર્યમાન બિરલાને જાહેર કરવામાં આવ્યા, તે જ દિવસે રાજસ્થાન રોયલ્સની ટીમના માલિકી હક્કમાં પણ મોટા ફેરફારો જોવા મળ્યો હતો. આર્યમાન બિરલાની આ નવી ઇનિંગ વિરાટ કોહલી અને રજત પાટીદારની ટીમ માટે કેટલી નસીબદાર સાબિત થાય છે તે જોવું રહ્યું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now