Home Gujarat A Middle Aged Man Jumped Into A Pond To Escape A Terrifying Attack By Bees In Chotilas Reshamia

ચોટીલામાં મધમાખીના કહેરથી આધેડનું કરુણ મોત : તળાવમાં કૂદીને બચવાનો પ્રયાસ કર્યો, પણ ઝેર અને ડૂબકીએ લઈ લીધો જીવ

ચોટીલામાં મધમાખીના કહેરથી આધેડનું કરુણ મોત
Published by: OBS Bureau
Last Updated: Feb 28, 2026, 12:25 PM IST

Bee attack in Chotila: ચોટીલા તાલુકાના રેશમિયા ગામની સીમમાં મધમાખીઓના ઝૂંડના આક્રમક હુમલાથી બચવાના પ્રયાસમાં એક આધેડ વ્યક્તિનું તળાવમાં ડૂબી જવાથી દુ:ખદ મોત થયું છે. મૃતકની ઓળખ ત્રમ્બોડા ગામના રામભાઈ તરીકે થઈ છે. આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં શોકનું વાતાવરણ સર્જ્યું છે.

નજીકના તળાવમાં કૂદકો માર્યો

મળતી વિગતો અનુસાર, રામભાઈ બકરા ચરાવવા માટે રેશમિયા ગામની સીમમાં ગયા હતા. બપોરના સમયે અચાનક મોટી સંખ્યામાં મધમાખીઓનું ઝૂંડ ઉશ્કેરાઈ ગયું અને તેમના પર ભયાનક હુમલો કર્યો. ઝેરી ડંખના કારણે તીવ્ર પીડા અને ભયની સ્થિતિમાં રામભાઈએ નજીકના તળાવમાં કૂદકો માર્યો જેથી મધમાખીઓથી બચી શકાય. પરંતુ મધમાખીઓના ઝેરની અસર ચડી જતા તેઓ તળાવમાંથી બહાર આવી શક્યા નહીં અને ડૂબી ગયા. સ્થાનિક લોકોએ ઘટનાની જાણ થતાં તરત જ મદદ માટે પહોંચીને તળાવમાંથી મૃતદેહ બહાર કાઢ્યો. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ચોટીલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરિવારજનો અને ગામલોકોમાં આ ઘટનાથી ભારે શોકનું વાતાવરણ છે. પરિવાર ઉપર જાણે આભ ફાટી પડ્યું હોય તેમ દુ:ખનું વાદળ છવાઈ ગયું છે.

આવી ઘટનાઓથી બચવા માટે ગામડાઓમાં મધમાખીઓના ઝૂંડ વધુ હોય ત્યાં સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી રહી છે. જો મધમાખીઓનો હુમલો થાય તો શાંત રહીને ઝડપથી સુરક્ષિત સ્થળે જવું અને તાત્કાલિક તબીબી મદદ લેવી જરૂરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now