Home Gujarat A Major Racket Running Through Whatsapp Was Exposed In Udhana Surat

સુરતના ઉધનામાં વોટ્સએપ મારફતે ચાલતા સે*% રેકેટનો પર્દાફાશ : સંચાલક અને ગ્રાહકની ધરપકડ

સુરતના ઉધનામાં વોટ્સએપ મારફતે ચાલતા સે*% રેકેટનો પર્દાફાશ
Published by: OBS Bureau
Last Updated: Jan 21, 2026, 01:57 PM IST

સુરત શહેરના ઉધના વિસ્તારમાં વોટ્સએપના માધ્યમથી ચલાવવામાં આવતા સેક્સ રેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો છે. ઉધના પોલીસને મળેલી ગુપ્ત માહિતીના આધારે ખરવરનગર વિસ્તારમાં આવેલા એક મકાનમાં છાપો મારી કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં સેક્સ રેકેટ ચલાવતો સંચાલક અને એક ગ્રાહકને ઝડપી પાડવામાં આવ્યા છે.

ઉધનામાં વોટ્સએપ મારફતે ચાલતો મોટો રેકેટ ઝડપાયો

પોલીસ દરોડા દરમિયાન સ્થળ પરથી સંચાલક હરીશ રુઘનાથવાળાની ધરપકડ કરવામાં આવી હતી. તે પોતાના મકાનમાંથી સમગ્ર સેક્સ રેકેટ ચલાવતો હતો. દરોડા સમયે શરીર સુખ માણવા માટે આવેલા ગ્રાહક સાગર માવાપુરીને પણ પોલીસે ઝડપી લીધો હતો. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે સંચાલક હરીશ ગ્રાહકોને વોટ્સએપ મારફતે મહિલાઓના ફોટા મોકલતો હતો. આ ફોટાઓમાંથી ગ્રાહક પોતાની પસંદગી કરતો અને ત્યારબાદ સંચાલક તે મહિલા અને ગ્રાહકને પોતાના મકાન પર બોલાવતો હતો. આ રીતે તે મકાનમાંથી દેહ વેપારનું ગોરખધંધું ચલાવતો હતો.

સંચાલક અને ગ્રાહકની ધરપકડ

આ સમગ્ર પ્રક્રિયામાં સંચાલક ગ્રાહકો પાસેથી કમિશન લેતો અને મહિલાઓ પાસે દેહ વેપાર કરાવતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. દરોડા દરમિયાન પોલીસે દેહ વેપારમાંથી મહિલાઓને મુક્ત કરાવી છે. આ મામલે ઉધના પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે સંચાલકના સંપર્કો, અન્ય ગ્રાહકો અને આ રેકેટમાં સંડોવાયેલા અન્ય લોકો અંગે તપાસ શરૂ કરી છે. આવનાર સમયમાં આ કેસમાં વધુ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now