Home Health-lifestyle A Bloated Stomach Will Become Flat Just Practice These Two Yoga Poses

યોગ ભગાવે રોગ : લચી પડેલું પેટ થઈ જશે સપાટ, બસ રોડ કરો આ બે આસન

યોગ ભગાવે રોગ
Published by: OBS Bureau
Last Updated: Jan 20, 2025, 04:00 PM IST

પેટની ચરબી મોટાભાગના લોકોને પરેશાન કરતી હોય છે. તેને ઓછી કરવી ખૂબ જ અઘરું હોય છે. પેટની ચરબી ફક્ત તમારા દેખાવને બગાડે છે જ નહીં પણ ઘણી બીમારીઓને પણ જન્મ આપે છે. પેટની ચરબી વધવા પાછળ ઘણા કારણો છે પરંતુ સૌથી મોટું કારણ શારીરિક પ્રવૃત્તિ છે. સ્વસ્થ આહાર અને કસરતની મદદથી બહાર નીકળેલા પેટને ઘટાડી શકાય છે. યોગની મદદથી, તમે તમારા ઢીલા પેટને ઘટાડી શકો છો. આ યોગાસનોની મદદથી પેટની ચરબી સરળતાથી ઘટાડી શકાય છે.

નૌકાસન
બેલી ફેટને ઓછી કરવા માટે નૌકાસનને બેસ્ટ માનવામાં આવે છે. નૌકાસન કરવા માટે મેટર પર પીઠ પર બેસી પગને ઊંચકીને આકારમાં નૌકા બનાવો અને હાથોથી પગ પકડીને શરીરને સીધો રાખી શ્વાસ પર ધ્યાન આપો.થોડા સમય માટે આ સ્થિતિમાં રહો. હવે સામાન્ય સ્થિતિમાં પાછા આવો. આ યોગાસન દરરોજ 15 થી 20 વખત કરો. તેની અસર થોડા સમયમાં દેખાશે.

અધોમુખ શ્વાનાસન

આ યોગાસન કરવાની બેલી ફેટ જલદીથી ઓછી થશે. આ માટે સૌથી પહેલા યોગા મેટ પર સીધા ઉભા રહો. હવે બંને હાથને ઉપરની તરફ લઈ જાઓ અને પગને પાછળની તરફ ખેંચો. આવું કરતા સમયે તમારે જમીન તરફ ઝુકવાનું છે. આ દરમિયાન તમારા પગ પાછળ અને હાથ આગળની તરફ હોવા જોઈએ. શરીર ધનુષના આકારમાં હશે. આગળ હાથને પુરી રીતે જમીન પર રાખો, હિપ્સને ઉપરની તરફ રાખો. આ પોઝિશનને હોલ્ડ કરો અને્ રીપિટ કરો.

યોગ કરવાનો શ્રેષ્ઠ સમય સવારનો માનવામાં આવે છે. દરરોજ સવારે યોગ કરવાથી તમારા પેટની ચરબી ઝડપથી ઓછી થશે. જો તમે પાર્કમાં યોગ કરો છો, તો તે તમારા માનસિક સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. દરરોજ 15 થી 20 મિનિટ યોગ કરો.

(Diclaimer: અહીં આપવામાં આવેલી તમામ માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. OffBeatStories તેની પુષ્ટિ નથી કરતું. કોઈ પણ નુસખો અજમાવતા પહેલા વિશેષજ્ઞોની સલાહ જરૂરથી લો.)

Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now