Home Sports 5 Captains Who Took Team India To The World Cup Final Now Suryakumar Yadav Has Entered This List

ટીમ ઈન્ડિયાને વર્લ્ડ કપ ફાઇનલમાં લઈ જનાર 5 કેપ્ટન! : આ લિસ્ટમાં હવે Suryakumar Yadav ની થઈ એન્ટ્રી

ટીમ ઈન્ડિયાને વર્લ્ડ કપ ફાઇનલમાં લઈ જનાર 5 કેપ્ટન!
Published by: Offbeat Team
| Last Updated: Mar 07, 2026, 11:55 AM IST

T20 World Cup : ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચવું એ કોઈ સામાન્ય સિદ્ધિ નથી. ICC T20 વર્લ્ડ કપ 2026 માં ન્યુઝીલેન્ડ સામે ફાઇનલ ટક્કર પહેલા આખી દુનિયામાં કેપ્ટન સૂર્યકુમાર યાદવની ચર્ચા થઈ રહી છે. રોહિત શર્માના વારસાને આગળ ધપાવતા, સૂર્યાએ પોતાની કેપ્ટનશીપમાં ભારતને ફરી એકવાર વિશ્વ વિજેતા બનવાની ઉંબરે લાવી દીધું છે. અત્યાર સુધી માત્ર ગણ્યા-ગાંઠ્યા કેપ્ટનો જ ભારતને આ સ્તર સુધી લઈ જઈ શક્યા છે. જાણો એવા 5 કેપ્ટન વિશે જેમણે ભારતને વર્લ્ડ કપની ફાઇનલ સુધી પહોંચાડ્યું.

કપિલ દેવ - 1983 ODI વર્લ્ડ કપ

ભારતીય ક્રિકેટમાં જીતનો પાયો નાખનાર કેપ્ટન એટલે કપિલ દેવ. 1983 માં જ્યારે કોઈએ વિચાર્યું પણ નહોતું, ત્યારે કપિલ દેવની કેપ્ટનશીપ હેઠળ ભારત પ્રથમ વખત ODI વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું હતું. લોર્ડ્સના મેદાન પર શક્તિશાળી વેસ્ટ ઇન્ડીઝને હરાવીને ભારતે પ્રથમ વર્લ્ડ ટાઇટલ
જીત્યું હતું. આ ટુર્નામેન્ટમાં ઝિમ્બાબ્વે સામે કપિલ દેવની 175 રનની નોટઆઉટ ઇનિંગ આજે પણ ક્રિકેટ પ્રેમીઓના મનમાં જીવંત છે.

સૌરવ ગાંગુલી - 2003 ODI વર્લ્ડ કપ

કપિલ દેવના 20 વર્ષ પછી, 'દાદા' એટલે કે સૌરવ ગાંગુલીની કેપ્ટનશીપમાં ભારત ફરી એકવાર વર્લ્ડ કપ ફાઇનલમાં પ્રવેશ્યું હતું. 2003 માં સાઉથ આફ્રિકામાં યોજાયેલા આ વર્લ્ડ કપમાં ગાંગુલીએ પોતે ત્રણ સેન્ચુરી ફટકારીને ટીમને નેતૃત્વ પૂરું પાડ્યું હતું. જોકે, ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ ગાંગુલીએ ટીમમાં જે આક્રમકતા લાવી તે કાબિલે તારીફ હતી.

એમ.એસ. ધોની - 2007 T20, 2011 ODI, 2014 T20

મહેન્દ્ર સિંહ ધોની ભારતનો સૌથી સફળ કેપ્ટન સાબિત થયો છે. તે એકમાત્ર એવો કેપ્ટન છે જેને ટીમને ત્રણ વખત વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચાડી છે. 2007 માં પ્રથમ T20 વર્લ્ડ કપ જીતાડીને ધોનીએ ઈતિહાસ રચ્યો હતો. ત્યારબાદ 2011 માં ઘરઆંગણે ભારતને ODI વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું. 2014 ના T20 વર્લ્ડ કપમાં પણ ભારત ફાઇનલમાં પહોંચ્યું હતું, પરંતુ કમનસીબે શ્રીલંકા સામે પરાજય થયો હતો.

રોહિત શર્મા - 2023 ODI, 2024 T20

રોહિત શર્માએ ભારતીય ટીમને એક નવી 'નીડર' ઓળખ આપી છે. રોહિતની કેપ્ટનશીપમાં ભારત સતત બે વર્ષમાં બે ફાઇનલ રમ્યું. 2023 ના ODI વર્લ્ડ કપમાં ભારતે સતત 10 મેચ જીતીને ફાઇનલ સુધીની સફર કરી હતી. ત્યારબાદ, 2024 ના T20 વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકાને હરાવીને રોહિતે ભારતને ફરીથી વિશ્વ વિજેતા બનાવ્યું અને T20I ક્રિકેટને અલવિદા કહ્યું.

સૂર્યકુમાર યાદવ - 2026 T20 વર્લ્ડ કપ

આ લિસ્ટમાં લેટેસ્ટ નામ સૂર્યકુમાર યાદવનું છે. રોહિત શર્માની નિવૃત્તિ બાદ સૂર્યાને T20 ની કમાન સોંપવામાં આવી હતી. પોતાની પ્રથમ મોટી આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં જ સૂર્યાએ સાબિત કરી દીધું કે, તે એક ચતુર કેપ્ટન છે. સેમીફાઇનલમાં ઈંગ્લેન્ડને હરાવીને ભારત હવે 2026 માં ન્યુઝીલેન્ડ સામે ફાઇનલ રમવા તૈયાર છે. સૂર્યાનું નેતૃત્વ અને મેદાન પરના તેના નિર્ણયોએ આખી દુનિયાને પ્રભાવિત કર્યા છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

T20 World Cup; ન્યુઝીલેન્ડની ટીમમાં આ ભારતીય ખેલાડીનો ડર!: ફાઇનલ મેચ પહેલા કિવી ટીમના Glenn Phillips એ કર્યો મોટો ખુલાસો

T20 World Cup; ન્યુઝીલેન્ડની ટીમમાં આ ભારતીય ખેલાડીનો ડર!

T20 World Cup; અમદાવાદમાં ભારતની 'ફાઇનલ' કસોટી!: આ 3 નબળાઈઓ વધારી શકે છે ટીમ ઈન્ડિયાનું ટેન્શન, જાણો

T20 World Cup; અમદાવાદમાં ભારતની 'ફાઇનલ' કસોટી!

T20 World Cup; Mitchell Santner એ ફાઇનલ પહેલા રમી માઇન્ડ ગેમ!: કહ્યું, 'મને દિલ તોડવામાં કોઈ વાંધો નથી', આ ખેલાડીને ગેમ ચેન્જર ગણાવ્યો

T20 World Cup; Mitchell Santner એ ફાઇનલ પહેલા રમી માઇન્ડ ગેમ!

India vs New Zealand Final: અમદાવાદમાં છેલ્લે રમાયેલી ભારત અને ન્યુઝીલેન્ડ મેચમાં શું થયું હતું?

India vs New Zealand Final

T20 World Cup; શું નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચેઝિંગ છે મુશ્કેલ?: ફાઇનલ પહેલા જાણો ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ અને પિચનો મિજાજ

T20 World Cup; શું નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચેઝિંગ છે મુશ્કેલ?

વર્લ્ડ કપ ફાઇનલની મેચ જોવા જતાં પહેલા જાણી લો, નહિતર ચૂકી જશો મેચ!: ટ્રાફિક જામથી બચવા માટે પોલીસની આ ગાઈડલાઈન અનુસરો

વર્લ્ડ કપ ફાઇનલની મેચ જોવા જતાં પહેલા જાણી લો, નહિતર ચૂકી જશો મેચ!

Shivam Dube ના રન આઉટમાં છુપાયેલો છે જીતનો સંકેત!: 19 વર્ષ બાદ ફરી બન્યો એવો સંયોગ જે ભારતને બનાવશે વર્લ્ડ ચેમ્પિયન

Shivam Dube ના રન આઉટમાં છુપાયેલો છે જીતનો સંકેત!

T20 World Cup; 'પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ' નું લિસ્ટ જાહેર!: 8 ખેલાડીઓના લિસ્ટમાંથી Jasprit Bumrah આઉટ અને Sanju Samson ઇન

T20 World Cup; 'પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ' નું લિસ્ટ જાહેર!

સેમીફાઇનલના સ્પેલને કારણે Varun Chakaravarthy ફાઇનલમાંથી થશે બહાર?: ભારત પાસે ઈતિહાસ રચવાની તક, જાણો શું હોઈ શકે છે સંભવિત પ્લેઈંગ 11

સેમીફાઇનલના સ્પેલને કારણે Varun Chakaravarthy ફાઇનલમાંથી થશે બહાર?

T20 World Cup; ફાઇનલની ક્લોઝિંગ સેરેમનીમાં લાગશે ચાર ચાંદ!: અરિજીત સિંહ, ફાલ્ગુની પાઠક અને પોપ સ્ટાર રિકી માર્ટિન કરશે પર્ફોર્મ

T20 World Cup; ફાઇનલની ક્લોઝિંગ સેરેમનીમાં લાગશે ચાર ચાંદ!

ઈન્ડિયા-ઈંગ્લેન્ડની સેમીફાઇનલમાં તૂટ્યા અનેક જૂના રેકોર્ડ્સ!: વાનખેડેમાં ચોગ્ગા-છગ્ગાનો વરસાદ અને બન્યા 499 રન!

ઈન્ડિયા-ઈંગ્લેન્ડની સેમીફાઇનલમાં તૂટ્યા અનેક જૂના રેકોર્ડ્સ!

મોદી સ્ટેડિયમમાં ફરી એકવાર તૂટશે કરોડો ચાહકોનું દિલ?: ટીમ ઈન્ડિયાને ફરી કરવો પડશે હારનો સામનો, આ સંજોગો કરી રહ્યાં છે એ તરફ ઈશારો!

મોદી સ્ટેડિયમમાં ફરી એકવાર તૂટશે કરોડો ચાહકોનું દિલ?

T20 World Cup 2026; "જો એ માણસ ન હોત તો હું અહીં ન હોત...": મેચ બાદ સંજુ સેમસને કોને ગણાવ્યો જીતનો અસલી હીરો?

T20 World Cup 2026; "જો એ માણસ ન હોત તો હું અહીં ન હોત..."

T20 વર્લ્ડ કપ: ઇંગ્લેન્ડને રોમાંચક જંગમાં હરાવી ભારત ફાઈનલમાં, 8 માર્ચે અમદાવાદમાં ન્યૂઝીલેન્ડ સામે મહામુકાબલો

T20 વર્લ્ડ કપ

IND vs ENG: ભારત સતત બીજી વાર T-20 વર્લ્ડ કપની ફાઈનલમાં...રોમાંચક મુકાબલામાં ઈંગ્લેન્ડને હરાવ્યું

IND vs ENG

T20 World Cup; આટલા રન ફટકાર્યા તો ટીમ ઈન્ડિયાની જીત પાક્કી!: વાનખેડેમાં ભારતનો આ આંકડો ઈંગ્લેન્ડને વર્લ્ડ કપમાંથી કરી દેશે બહાર!

T20 World Cup; આટલા રન ફટકાર્યા તો ટીમ ઈન્ડિયાની જીત પાક્કી!

નીતિન મેનનના એક નિર્ણયથી સાઉથ આફ્રિકા ફરી 'ચોકર્સ' સાબિત થયું!: Aiden Markram ના આઉટ પર સોશિયલ મીડિયામાં હોબાળો

નીતિન મેનનના એક નિર્ણયથી સાઉથ આફ્રિકા ફરી 'ચોકર્સ' સાબિત થયું!

T20 માં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ આ ભારતીય ખેલાડીના નામે!: Finn Allen કે Chris Gayle નહીં, આ ખેલાડીએ માત્ર 27 બોલમાં 100 રન ફટકાર્યા!

T20 માં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ આ ભારતીય ખેલાડીના નામે!

JioStar સિવાય અહીં પણ ફ્રીમાં જોવા મળશે સેમીફાઇનલ મેચ!: મફતમાં માણો ઈન્ડિયા-ઈંગ્લેન્ડ વચ્ચેની મેચનો આનંદ

JioStar સિવાય અહીં પણ ફ્રીમાં જોવા મળશે સેમીફાઇનલ મેચ!