Home International 400 More Indigo Flights Cancelled Today

આજે IndiGoની 400થી વધુ ફ્લાઇટ્સ રદ : એરપોર્ટ પર ફાટી નીકળ્યો મુસાફરોનો ગુસ્સો, બીજી ફ્લાઇટ્સના ભાવ પહોંચ્યા આસમાને!

આજે IndiGoની 400થી વધુ  ફ્લાઇટ્સ રદ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 05, 2025, 06:54 AM IST

IndiGo Flights Updates: દેશભરમાં સતત ચોથા દિવસે ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ્સમાં અણધારી રદ્દીઓ અને કલાકોની ડિલેનો માર હજુ ચાલુ છે. શુક્રવારે સવારથી જ મુંબઈ, દિલ્હી, બેંગલુરુ, હૈદરાબાદ સહિત દેશના મોટાભાગના એરપોર્ટ પર 400થી વધુ ઇન્ડિગો ફ્લાઇટ્સ રદ થઈ ગઈ છે. હજારો મુસાફરો ટર્મિનલમાં ફસાયેલા છે – કોઈની કનેક્ટિંગ ફ્લાઇટ છૂટી ગઈ, કોઈ બાળકોના શાળાના વાર્ષિક કાર્યક્રમમાં પહોંચી શક્યા નહીં, તો કોઈના મહત્વના બિઝનેસ મીટિંગ ખોરંભે ચઢ્યા. ગુસ્સે ભરાયેલા મુસાફરોએ મુંબઈ અને દિલ્હી એરપોર્ટ પર હોબાળો કર્યો, સ્ટાફ સાથે ઉગ્ર બોલાચાલી અને નારેબાજીના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

સૌથી મોટો ઝટકો

ઇન્ડિગોની ફ્લાઇટ્સ રદ થતાં બાકીની એરલાઇન્સે એકદમ અયોગ્ય લબર્દસ્તીનો લાભ લીધો છે. જે રૂટ પર 5-6 હજારમાં ટિકિટ મળતી હતી, તે જ રૂટની ટિકિટ હવે ₹30,000થી ₹40,000 સુધી પહોંચી ગઈ છે. મુસાફરોનું કહેવું છે કે “આ લૂંટ છે, સરકારે તુરંત હસ્તક્ષેપ કરવો જોઈએ.”હાલ ઇન્ડિગોની ઓફિશિયલ પ્રેસ રિલીઝમાં માત્ર “ઓપરેશનલ કારણોસર” એમ જ કહેવામાં આવ્યું છે, પરંતુ મુસાફરો માટે આ સ્થિતિ દુઃસ્વપ્નથી ઓછી નથી. જો તમે આજે કે આવતીકાલે મુસાફરી કરવાના હોવ તો ફ્લાઇટ સ્ટેટસ ચેક કરતા રહો અને વૈકલ્પિક વ્યવસ્થા તૈયાર રાખો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now