Home Gujarat 4 Alleged Gujaratis Held Hostage In Iran Arrive At Ahmedabad Airport

ઈરાનમાં બંધક બનાવાયેલા 4 કથિત ગુજરાતી અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા : માર મારી અપહરણ કરાયું હતું, 2 કરોડની ખંડણી કેસ

ઈરાનમાં બંધક બનાવાયેલા 4 કથિત ગુજરાતી અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
Play Video
Published by: OBS Bureau
Last Updated: Oct 28, 2025, 11:40 AM IST

Iran Kidnapping Case : ઈરાનમાં બંધક બનેલા ચાર કથિત ગુજરાતી લોકો હવે સુરક્ષિત રીતે ગુજરાત ખાતે આવી પહોંચ્યા છે. માહિતી મુજબ, આ ચારેય વ્યક્તિઓનો માણસા તાલુકાના બાપુપુરા ગામના હોવાનું જાણવા મળ્યું છે.

2 કરોડ રૂપિયાની ખંડણીની માગણી કરી હતી

ગામના સરપંચ પ્રકાશભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ઈરાનમાં કામ માટે ગયેલા ચારેય લોકોને કેટલાક અપહરણકારોએ બંધક બનાવી લીધા હતા. અપહરણકારોએ તેમને નગ્ન કરી માર માર્યો હતો અને તેમના પરિવારજનોને વીડિયો મોકલીને લગભગ 2 કરોડ રૂપિયાની ખંડણીની માગણી કરી હતી. આ વીડિયો જોઈને પરિવારજનો ભારે ચિંતામાં મુકાઈ ગયા હતા. જો કે, ધારાસભ્ય અને કેન્દ્રીય મંત્રી અમિત શાહની મદદથી અપહરણ કરનારોઓને સુરક્ષિત લવાયા છે

ધારાસભ્ય જે એસ પટેલે શું કહ્યું?

આ ઘટનાની જાણ થતા માણસાના ધારાસભ્ય જે એસ પટેલે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. તેમણે આ સમગ્ર મામલો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સુધી પહોંચાડ્યો અને ચારેય લોકોને સુરક્ષિત રીતે પરત લાવવા માટે મદદ માગી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now