Home Entertainment 4 Actresses Will Shine In Border 2 Mona Singh Will Be Sunny Deols Heroine Medha Rana To Debut With Varun Dhawan

'બોર્ડર 2'માં ચમકશે આ 4 અભિનેત્રીઓ : સની દેઓલની હીરોઈન બનશે મોના સિંહ, વરૂણ ધવન સાથે ડેબ્યુ કરશે આ સ્ટાર

'બોર્ડર 2'માં ચમકશે આ 4 અભિનેત્રીઓ
Published by: OBS Bureau
Last Updated: Dec 19, 2025, 04:51 AM IST

Border-2: બોલિવૂડની આઇકોનિક વોર ડ્રામા ફિલ્મ 'બોર્ડર'ની સિક્વલ 'બોર્ડર 2'નું ટીઝર તાજેતરમાં વિજય દિવસ પર રિલીઝ થયું છે, જેમાં દર્શકોને ભારતીય સૈનિકોની વીરતા અને દેશભક્તિની ઝલક મળી છે. સની દેઓલની આગેવાનીમાં બનેલી આ ફિલ્મમાં વરુણ ધવન, દિલજીત દોસાંઝ અને અહાન શેટ્ટી મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મનું ખાસ આકર્ષણ છે તેની ચાર મહિલા લીડ્સ, જેમાં અનુભવી અને નવા ચહેરા બંનેનું મિશ્રણ છે. આ ફિલ્મ 23 જાન્યુઆરી 2026ના રોજ રિપબ્લિક ડે વીકેન્ડમાં રિલીઝ થશે.ટીઝરમાં આ ચાર અભિનેત્રીઓની ઝલક જોવા મળી છે, જે ફિલ્મના ભાવનાત્મક અને પારિવારિક પાસાને મજબૂત બનાવશે.

મોના સિંહ

અનુભવી અભિનેત્રી મોના સિંહ ફિલ્મમાં સની દેઓલની ઓપોઝિટ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. રિપોર્ટ્સ અનુસાર, તે સનીના પાત્રની પત્નીનો રોલ નિભાવશે અને તેનું સ્ક્રીન ટાઇમ અન્ય અભિનેત્રીઓ કરતાં વધુ હશે. મોના ટીવી અને વેબ સિરીઝમાં પોતાની એક્ટિંગથી જાણીતી છે.

સોનમ બાજવા

પંજાબી ફિલ્મોની પોપ્યુલર અભિનેત્રી સોનમ બાજવા દિલજીત દોસાંઝની ઓપોઝિટ જોવા મળશે. તે પંજાબી સિનેમામાં સફળ છે અને હવે બોલિવૂડમાં મોટું પગલું ભરી રહી છે.

અન્યા સિંહ

અન્યા સિંહ અહાન શેટ્ટીની ઓન-સ્ક્રીન પત્નીનો રોલ નિભાવશે. તે આર્યન ખાનની વેબ સિરીઝથી નોંધપાત્ર બની છે અને અગાઉ 'સ્ત્રી 2', 'ખો ગયે હમ કહાં' જેવી ફિલ્મોમાં જોવા મળી છે.

મેધા રાણા

નવોદિત અભિનેત્રી મેધા રાણા ફિલ્મમાં વરુણ ધવનની ઓપોઝિટ જોવા મળશે. આ તેની બોલિવૂડમાં મોટી થિયેટ્રિકલ ડેબ્યુ છે. તે સોશિયલ મીડિયા પર સ્ટાઇલિશ લુક માટે જાણીતી છે અને આર્મી બેકગ્રાઉન્ડમાંથી આવે છે.

મહત્વનું છે કે,'બોર્ડર 2' 1971ના ઇન્ડો-પાક યુદ્ધ પર આધારિત છે અને અનુરાગ સિંહના ડિરેક્શનમાં બની રહી છે. ટીઝરને મળેલા પ્રતિસાદથી લાગે છે કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવશે. ચાહકો હવે ફિલ્મની રાહ જોઈ રહ્યા છે!

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now