Home Gujarat 2nd Flight With Indians Deported From Us To Land In Amritsar On Saturday Sources

આવી રહી છે અમેરિકાથી બીજી ફ્લાઈટ! : 15 ફેબ્રઆરીએ USથી બીજી વિમાન અમૃતસર ઉતરશે; પંજાબના મંત્રી લાલચોળ, કહ્યું; 'અમદાવાદમાં ઉતારો...'

આવી રહી છે અમેરિકાથી બીજી ફ્લાઈટ!
Published by: OBS Bureau
Last Updated: Feb 14, 2025, 04:38 AM IST

Deported Indians Second Batch Landing:અમેરિકામાંથી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને દેશનિકાલ કરવાનું ચાલુ છે. 5 ફેબ્રુઆરીના રોજ 104 ભારતીયોને લઈને એક યુએસ લશ્કરી વિમાન પંજાબના અમૃતસર એરપોર્ટ પર ઉતર્યું. બીજી ફ્લાઇટ આવતીકાલે 15 ફેબ્રુઆરીના રોજ અમૃતસર એરપોર્ટ પર ઉતરશે, પરંતુ પંજાબના નાણામંત્રી હરપાલ ચીમાએ પંજાબમાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સના ઉતરાણ પર સવાલો ઉભા કર્યા છે.

તેમણે પ્રશ્ન કર્યો છે કે ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને લઈને ભારત આવતા અમેરિકી લશ્કરી વિમાનો ગુજરાત, હરિયાણા અને દિલ્હીમાં કેમ ઉતરતા નથી? તેમણે કહ્યું કે આ ભાજપ દ્વારા પંજાબની છબી ખરાબ કરવાનો પ્રયાસ છે. અમેરિકી લશ્કરી વિમાન અમદાવાદમાં ઉતરવું જોઈએ. ભાજપના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર જાણી જોઈને પંજાબને નિશાન બનાવી રહી છે. સરકાર પંજાબને બદનામ કરવા માંગે છે, જેથી દેશનિકાલ કરાયેલા ભારતીયોને લઈ જતું વિમાન ફક્ત અમૃતસરમાં જ ઉતરે.

દેશનિકાલ કરાયેલા ભારતીયોએ દુર્વ્યવહારનો આરોપ લગાવ્યો
અહેવાલ મુજબ, વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ અગાઉ પુષ્ટિ આપી હતી કે અમેરિકાએ ભારતને 487 ગેરકાયદેસર ભારતીય નાગરિકો વિશે માહિતી આપી છે, જેમના દેશનિકાલનો આદેશ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આપવામાં આવ્યો હતો, પરંતુ દેશનિકાલ કરાયેલા ભારતીયોએ આરોપ લગાવ્યો છે કે અમેરિકાથી ભારતની યાત્રા દરમિયાન તેમની સાથે અમાનવીય વર્તન કરવામાં આવ્યું હતું.

આખી મુસાફરી દરમિયાન તેમના હાથ અને પગ બેડીઓથી બંધાયેલા રહ્યા અને એરપોર્ટ પર ઉતર્યા પછી જ બેડીઓ ખોલવામાં આવી. દેશનિકાલ કરાયેલા ભારતીયો સાથેના દુર્વ્યવહારના મુદ્દા પર બોલતા, મિસ્ત્રીએ તેને ચિંતાનો વિષય ગણાવ્યો અને ખાતરી આપી કે ભારત સરકાર આ મામલો યુએસ અધિકારીઓ સમક્ષ ઉઠાવશે. આ અંગે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે વાત કરવાથી સમસ્યાનો ઉકેલ આવશે.

16 વર્ષમાં 15,000 થી વધુ ભારતીયોને દેશનિકાલ કરાયા
રાજ્યસભાને સંબોધિત કરતી વખતે દેશના વિદેશ પ્રધાન એસ જયશંકરે કહ્યું હતું કે અમેરિકાથી ભારતીય ઇમિગ્રન્ટ્સને દેશનિકાલ કરવાની પ્રક્રિયા ઘણા વર્ષોથી ચાલી રહી છે. 2009 થી, 15,668 ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને દેશનિકાલ કરવામાં આવ્યા છે, પરંતુ આ પ્રક્રિયા નવી નથી. કોઈપણ દેશ નિયમો અનુસાર દેશનિકાલ કરે છે, પરંતુ ભારત સરકાર તેના નાગરિકો સાથે ન્યાયી વર્તન સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે.

વરિષ્ઠ વકીલ કે.કે. મનને જણાવ્યું હતું કે ભારતમાં ડિપોર્ટ થયેલા લોકો સામે કોઈ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે નહીં સિવાય કે તેઓ નકલી/બનાવટી દસ્તાવેજો સાથે મુસાફરી કરતા હોય, પરંતુ તેમને યુએસ મોકલનારા એજન્ટો સામે કાર્યવાહી થઈ શકે છે. જ્યારે, દેશનિકાલ કરાયેલા ભારતીયો પર કેટલાક નિયંત્રણો લાદવામાં આવી શકે છે. જેમ કે તેઓ આગામી 5 વર્ષ સુધી કોઈપણ દેશની મુસાફરી કરી શકશે નહીં. તેમને દેશની બહાર જવા માટે વિઝા પણ નહીં મળે વગેરે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
Surendranagar: ધ્રાંગધ્રાના વિરેન્દ્રગઢમાં નકલી MBBS ડોક્ટર ઝડપાયો
ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોનો વધુ એક છબરડો
Play Video
અમદાવાદના નિકોલમાં નકલી ભૂવાનો પર્દાફાશ
Play Video
રાજકોટમાં PSI એન. કે. પંડ્યાના ફાયરિંગ કેસમાં પોલીસની તપાસ તેજ
અમદાવાદમાં પ્રેમ પ્રકરણનો ખતરનાક અંજામ