Home Gujarat 27 Pis Transferred In Ahmedabad City

અમદાવાદ શહેરમાં 27 PIની બદલી : લિવ રિઝર્વ 8 PIની કરાઈ નિમણૂંક, દાણીલીમડાના PIને કંટ્રોલરૂમમાં મૂકાયા, જુઓ લિસ્ટ

અમદાવાદ શહેરમાં 27 PIની બદલી
Published by: OBS Bureau
Last Updated: Feb 23, 2026, 08:22 AM IST

અમદાવાદ શહેર પોલીસ વિભાગમાં મોટાપાયે ફેરબદલી કરવામાં આવી છે. શહેરમાં કુલ 27 પોલીસ ઇન્સ્પેક્ટર (PI)ની બદલી કરવામાં આવી છે. સાથે જ લિવ રિઝર્વમાં 8 PIની નિમણૂંક કરવામાં આવી છે. લાંબા સમયથી ઇન્ચાર્જના આધારે ચાલતા અનેક પોલીસ સ્ટેશનોને હવે નિયમિત PI મળતા કામગીરીમાં ઝડપ અને સુવ્યવસ્થા આવવાની આશા વ્યક્ત થઈ રહી છે.

27 પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી

પોલીસ કમિશનર જી એસ મલિક દ્વારા આ ફેરબદલના આદેશો જારી કરવામાં આવ્યા છે. કેટલાક PIને વિવિધ એજન્સીમાંથી પોલીસ સ્ટેશનમાં મુકાયા છે, જ્યારે કેટલાકની પોલીસ સ્ટેશનમાંથી એજન્સીમાં બદલી કરવામાં આવી છે. નિષ્ક્રિયતા અને કામગીરીમાં ગેરસંતોષજનક પ્રદર્શનને ધ્યાનમાં રાખીને અનેક PIને કંટ્રોલ રૂમમાં મુકવામાં આવ્યા હોવાની પોલીસ બેડમાં ચર્ચા છે.

દાણીલીમડા પોલીસ સ્ટેશનના PIને કંટ્રોલ રૂમમાં મુકવામાં આવ્યા

દાણીલીમડા પોલીસ સ્ટેશનના PIની બદલી કરીને તેમને કંટ્રોલ રૂમમાં મુકવામાં આવ્યા છે. શહેરના કૃષ્ણનગર, ચાંદખેડા, શહેરકોટડા, આનંદનગર અને માધવપુરા જેવા પોલીસ સ્ટેશનો છેલ્લા ઘણા સમયથી ચાર્જ પર ચાલી રહ્યા હતા. હવે ત્યાં નિયમિત PIની નિમણૂંક થતાં સ્થાનિક સ્તરે કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનવાની શક્યતા છે. આ બદલીઓનો મુખ્ય હેતુ પોલીસ તંત્રને વધુ સક્રિય અને જવાબદાર બનાવવાનો હોવાનું મનાય છે. શહેરમાં વધતા ગુનાઓ અને વહીવટી સુચારુતા જાળવવા માટે આ પ્રકારની આંતરિક ફેરબદલી મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

જુઓ લિસ્ટ

નવા 8 PI ને અપાઈ નિમણૂંક

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now