TVS Apache RTR 160 4V : TVS મોટર કંપનીએ ભારતીય ટુ-વ્હીલર માર્કેટમાં પોતાની લોકપ્રિય બાઇક Apache RTR 160 4V નું 2026 મોડલ લોન્ચ કરી દીધું છે. આ વખતે કંપનીએ બાઇકમાં માત્ર કોસ્મેટિક ફેરફારો જ નથી કર્યા, પરંતુ તેમાં અનેક નવા સ્ટાન્ડર્ડ ફીચર્સ પણ ઉમેર્યા છે. જે ફીચર્સ પહેલા ફક્ત ટોપ વેરિઅન્ટમાં જોવા મળતા હતા, તે હવે બેઝ વેરિઅન્ટમાં પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે, જેનાથી ગ્રાહકોને ઓછી કિંમતે વધુ પ્રીમિયમ ફીચર્સ મળશે.
કિંમત અને વેરિઅન્ટ્સ
કિંમતની વાત કરીએ તો, 2026 TVS Apache RTR 160 4V ની શરૂઆતી એક્સ-શોરૂમ કિંમત 1.25 લાખ રૂપિયા રાખવામાં આવી છે. આ બાઇક કુલ ત્રણ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. તેનું મિડ-સ્પેક વેરિઅન્ટ 1.31 લાખ રૂપિયામાં મળશે, જ્યારે તેનું સૌથી પ્રીમિયમ એટલે કે ટોપ-એન્ડ વેરિઅન્ટ 1.37 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) ની કિંમતે લોન્ચ કરવામાં આવ્યું છે.
નવા સ્ટાન્ડર્ડ ફીચર્સ
નવી Apache માં સેફટી અને ફીચર્સ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. હવે આ બાઇકમાં LED DRLs સાથે ક્લાસ-D પ્રોજેક્ટર હેડલેમ્પ આપવામાં આવ્યા છે, જે રાત્રિના સમયે વધુ સારી વિઝિબિલિટી આપે છે. આ ઉપરાંત, આસિસ્ટ અને સ્લિપર ક્લચને હવે આખી લાઇનઅપમાં સ્ટાન્ડર્ડ ફીચર તરીકે સામેલ કરવામાં આવ્યું છે, જે ગિયર બદલતી વખતે રાઈડરને વધુ આરામ આપે છે.
કલર અને ડિસ્પ્લે ઓપ્શન
બાઇકના મિડ-સ્પેક વેરિઅન્ટમાં ડ્યુઅલ-ચેનલ ABS અને એડજસ્ટેબલ લીવર્સ મળે છે, જેમાં Matte Black, Granite Grey અને Pearl White જેવા પ્રીમિયમ કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે. જ્યારે ટોપ વેરિઅન્ટમાં 5-ઇંચની શાનદાર TFT સ્ક્રીન અને ટ્રેક્શન કંટ્રોલ જેવા મોડર્ન ફીચર્સ આપવામાં આવી છે. આ પ્રીમિયમ વર્ઝન Matte Black, Racing Red અને Marine Blue જેવા આકર્ષક કલરમાં ખરીદી શકાય છે.
એન્જિન અને પરફોર્મન્સ
બાઇકના મિકેનિકલ પાવરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેમાં 159.7cc નું સિંગલ-સિલિન્ડર એન્જિન છે. સ્પોર્ટ મોડમાં આ એન્જિન 17.6hp નો પાવર અને 14.73Nm નો ટોર્ક જનરેટ કરે છે. રાઈડિંગને વધુ સુરક્ષિત બનાવવા માટે તેમાં અર્બન અને રેઈન મોડ પણ આપવામાં આવ્યા છે, જેમાં પાવર થોડો ઓછો (15.6hp) થઈ જાય છે, જેથી લપસણી સપાટી પર બાઇક પર સારો કંટ્રોલ રાખી શકાય છે.





