Home Gujarat 200 Class 2 Officers Transferred In The Education Department

શિક્ષણ વિભાગમાં બદલીનો ઘાણવો : 200 ક્લાસ 2 અધિકારીઓને અપાયા બદલીના આદેશ

શિક્ષણ વિભાગમાં બદલીનો ઘાણવો
Published by: OBS Bureau
Last Updated: Dec 26, 2025, 01:22 PM IST

Transfer Order : રાજ્યના શિક્ષણ વિભાગમાં બદલીઓનો દોર શરૂ થયો છે. શિક્ષણ વિભાગ દ્વારા જાહેરહિતમાં મહત્વનો નિર્ણય લેતા ક્લાસ–2ના કુલ અંદાજે 200 અધિકારીઓની સામૂહિક બદલી કરવામાં આવી છે. આ બદલીઓના ઓર્ડર તાત્કાલિક અસરથી અમલમાં મૂકવામાં આવ્યા છે.

શિક્ષણ વિભાગમાં બદલીઓનો દોર શરૂ થયો

મળતી માહિતી મુજબ, આ બદલીઓમાં જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) કચેરીમાં ફરજ બજાવતા શિક્ષણ નિરીક્ષકો તેમજ શાળાના આચાર્યોનો સમાવેશ થાય છે. લાંબા સમયથી એક જ જગ્યાએ ફરજ બજાવતા અધિકારીઓની બદલી કરીને પ્રશાસનિક કાર્યક્ષમતામાં વધારો કરવાનો હેતુ આ નિર્ણય પાછળ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

બદલીઓના ઓર્ડર અપાયા

શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયેલા આદેશ મુજબ તમામ બદલીઓ જાહેરહિતને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. અધિકારીઓને તાત્કાલિક નવી નિમણૂક સ્થળે હાજર થવા સૂચના આપવામાં આવી છે. આ પગલાંથી શિક્ષણ વ્યવસ્થામાં પારદર્શિતા અને શિસ્ત વધશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. શિક્ષણ વિભાગમાં એક સાથે મોટી સંખ્યામાં થયેલી આ બદલીઓથી વિભાગીય સ્તરે ચકચાર મચી ગઈ છે. આગામી સમયમાં વધુ બદલીઓ થવાની શક્યતા પણ નકારી શકાય તેમ નથી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now