શેડ્યુલિંગ અને રોસ્ટરિંગની સમસ્યાઓ એર ઇન્ડિયાને સતાવી રહી છે. રેગ્યુલેટરે પાંચ મહિના પહેલા આ મુદ્દા પર એરલાઇનને ઠપકો આપ્યો હતો. તાજેતરની ઘટનામાં, એક કો-પાયલોટ અને એક સિનિયર કેપ્ટનને ગયા મહિને ફ્લાઇટ ચલાવતા હોવાનું જાણવા મળ્યા પછી, તેમને ફ્લાઇટ ડ્યૂટીમાંથી દૂર કરવામાં આવ્યા છે. એક કેસમાં તેમનું ઇંગ્લિશ લેંગ્વેજ પ્રોફિશિયન્સી (ELP) લાઇસન્સ એક્સપાયર થઈ ગયું હતું. બીજામાં કો-પાયલટે બાય-એન્યુઅલ પાયલોટ પ્રોફિશિયન્સી ચેક (PPC) - ઇન્સ્ટ્રુમેન્ટ રેટિંગ ટેસ્ટ પાસ કર્યો ન હતો. DGCA આ ખામીઓની તપાસ કરી રહ્યું છે અને એરલાઇન પાસેથી રિપોર્ટ માંગ્યો છે.
રિપોર્ટ અનુસાર, કો-પાયલોટ તેમની લેટેસ્ટ IR-PPC ચેક ક્લિયર નહતા કરી શક્યા. આ અસામાન્ય નથી, પરંતુ પાઇલટ્સને ફરીથી ઉડાન ભરતા પહેલા મેન્ડેટરી કરેક્ટિવ ટ્રેનિંગ લેવી પડે છે. આ કેસમાં એરબસ A320 કો-પાઇલટે ટ્રેનિંગ વિના ફ્લાઇટ ચલાવી હતી, અને આ ભૂલને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવી રહી છે. એર ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "તાલીમ તપાસમાં અસંતોષકારક પ્રદર્શન બાદ ફ્લાઇટ ચલાવતા ફર્સ્ટ ઓફિસરનો કેસ મળી આવ્યો હતો. આ ભૂલ ધ્યાનમાં આવતાની સાથે જ, ક્રૂ શેડ્યૂલર અને પાઇલટને લિસ્ટમાંથી બહાર કરવામાં આવ્યા હતા. આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને DGCA ને રિપોર્ટ મોકલવામાં આવ્યો છે."
લાયસન્સની એક્સપાયર થવા છતાં ભરી ઉડાન
બીજા કેસમાં એક સિનિયર કમાન્ડરે પોતાના ELP લાયસન્સનો સમય પૂરો થયો હોવા છતાં, પાઇલટ-ઇન-કમાન્ડ તરીકે A320 ફ્લાઇટ ચલાવી હતી. પાઇલટ્સ માટે ઉડાન ભરવા માટે ELP લાઇસન્સ એક મૂળભૂત આવશ્યકતા છે. એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે, "એક સિનિયર પાયલટ એક્સપાયર્ડ ELP સાથે ફ્લાઇટ ઓપરેટ કરતો હોવાનો કેસ સામે આવ્યો હતો. આ પછી, પાઇલટને ઓફ-રોસ્ટર કરી દેવામાં આવ્યા છે અને તપાસ ચાલી રહી છે. DGCA સમક્ષ એક રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો છે." સિનિયર પાઇલટ્સ કહે છે કે આ ખામીઓ AI માં દેખરેખ અંગે પ્રશ્નો ઉભા કરે છે જેથી ખાતરી થાય કે ફક્ત યોગ્ય પાઇલટ્સ જ રોસ્ટર પર છે.






