Home Sports 14 Year Old Vaibhav Suryavanshi Has Ended This Players Ipl Career Now No Team Is Giving Chance

હવે કોઈ ટીમ નથી આપી રહી તક : 14 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ ખતમ કરી દીધું ગુજરાતના આ ખેલાડીનું IPL કરિયર

vaibhav suryavanshi
Published by: Viral Patel
Last Updated: Mar 26, 2026, 02:03 PM IST

vaibhav suryavanshi: 14 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ IPL 2025 દરમિયાન પોતાનું ડેબ્યૂ કર્યું હતું, જ્યાં તેણે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ખાસ કરીને ગુજરાત ટાઇટન્સ સામે રમાયેલી મેચમાં તેણે તોફાની સદી ફટકારીને તમામ ટીમોને ચેતવણી આપી દીધી હતી. આ જ મેચમાં સૂર્યવંશીએ ગુજરાતના એક સ્ટાર ખેલાડીનું IPL કરિયર જાણે ખતમ કરી દીધું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. એ મેચ બાદ હવે કોઈ પણ ટીમ આ ખેલાડીને તક આપવા તૈયાર નથી.

વૈભવ સૂર્યવંશીએ ખતમ કર્યું આ સ્ટારનું આઈપીએલ કરિયર

રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની મેચમાં ગુજરાતના કેપ્ટન શુભમન ગિલ અને હેડ કોચ આશિષ નેહરાએ અફઘાનિસ્તાનના ઓલરાઉન્ડર કરીમ જનતને ડેબ્યૂ કરવાની તક આપી હતી. આ મેચમાં રાજસ્થાન રોયલ્સના ઉભરતા સિતારા વૈભવ સૂર્યવંશીએ માત્ર 35 બોલમાં સદી ફટકારી દીધી હતી.

વૈભવ સૂર્યવંશીએ કરીમ જનતની એક જ ઓવરમાં 30 રન ફટકાર્યા હતા, જેમાં 3 ગગનચુંબી છગ્ગા અને 3 ચોગ્ગા સામેલ હતા. આ ઓવર હવે કરીમ જનતનો પીછો છોડી રહી નથી. ગુજરાતની ટીમે આ મેચ બાદ કરીમને ફરી તક આપી નથી. એટલું જ નહીં, IPL 2026 ના મિની ઓક્શનમાં પણ કરીમ પર કોઈ બોલી લાગી નથી. આથી કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે તેનું IPL કરિયર હવે પૂર્ણ થઈ ગયું છે.

અફઘાનિસ્તાન ટીમની બહાર છે કરીમ જનત

ઓલરાઉન્ડર કરીમ જનતે આંતરરાષ્ટ્રીય સ્તરે અફઘાનિસ્તાન માટે 2 ટેસ્ટ, 3 વનડે અને 75 ટી-20 મેચ રમી છે. જોકે, હાલમાં તે રાષ્ટ્રીય ટીમમાં પણ સ્થાન મેળવી શકતો નથી. બીજી તરફ, વૈભવ સૂર્યવંશીની વાત કરીએ તો આ મેચ બાદ તેનું નસીબ ચમકી ગયું છે. જો તે IPL 2026 માં રાજસ્થાન રોયલ્સ માટે આવું જ શાનદાર પ્રદર્શન ચાલુ રાખશે, તો તેને ટૂંક સમયમાં જ ટીમ ઈન્ડિયા માટે રમવાની તક મળી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
શું બદલાઈ જશે RCBનું નામ?
IPL 2026 ના બીજા તબક્કાનું શેડ્યૂલ થયું જાહેર!
BCCI એ જાહેર કર્યું ટીમ ઈન્ડિયાનું આગામી વર્ષનું શેડ્યૂલ!
આ ભારતીય બેટ્સમેને એક જ ઇનિંગમાં ફટકાર્યા 1009 રન!