Home Sports 11 Seats In Chinnaswamy Stadium Will Remain Vacant Forever

ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં 11 સીટ્સ કાયમ માટે રહેશે ખાલી! : મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા RCB અને કર્ણાટક ક્રિકેટ બોર્ડે લીધો મોટો નિર્ણય

ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં 11 સીટ્સ કાયમ માટે રહેશે ખાલી!
Published by: Aryan Shah
| Last Updated: Mar 24, 2026, 11:02 AM IST

RCB : રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન (KSCA) એ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. 4 જૂન 2025 ના રોજ સ્ટેડિયમની બહાર બનેલી ભાગદોડની દુર્ઘટનામાં જીવ ગુમાવનારા 11 ચાહકોને સન્માન આપવા માટે એક વિશેષ યોજના તૈયાર કરવામાં આવી છે. આ પહેલ દ્વારા રમતની સાથે સાથે માનવીય સંવેદનાઓને પણ મહત્વ આપવામાં આવ્યું છે.

11 બેઠકો રહેશે ખાલી

કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ એ સાથે મળીને M.Chinnaswamy Stadium ના એક પ્રમુખ સ્ટેન્ડમાં 11 બેઠકોને કાયમી ધોરણે ખાલી રાખવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. આ બેઠકો ક્યારેય વેચવામાં આવશે નહીં અને દરેક ઇન્ટરનેશનલ કે IPL મેચ દરમિયાન આ સીટ્સને ખાલી રાખવામાં આવશે. આ ખાલી બેઠકો તે 11 નિર્દોષ લોકોની હાજરી અને તેમની યાદનું પ્રતીક બની રહેશે, જેમને તે દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવ્યા હતો.

સ્મારક અને મૌન : કાયમી યાદગીરી

સ્ટેડિયમના મુખ્ય એન્ટ્રી ગેટ પાસે એક ભવ્ય સ્મારક પટ્ટિકા (Memorial Plaque) લગાવવામાં આવશે. 28 માર્ચે IPL 2026 ની પ્રથમ મેચ પહેલા આ સ્મારકનું અનાવરણ કરવામાં આવશે. આ ઉપરાંત, મેચ શરૂ થતાં પહેલા સ્ટેડિયમની મોટી સ્ક્રીન પર પીડિતોના નામ પ્રદર્શિત કરવામાં આવશે અને બંને ટીમોના ખેલાડીઓ સાથે મળીને એક મિનિટનું મૌન પાળીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે.

સ્ટેડિયમની સુરક્ષા અને નવા નિયમો

ગત વર્ષની ઘટના બાદ જસ્ટિસ જ્હોન માઈકલ ડી કુન્હા કમિટીએ સ્ટેડિયમની સુરક્ષા અંગે તપાસ કરી હતી. સુરક્ષાના કારણોસર Women's Premier League 2025, T20 World Cup 2026, ICC Women's Cricket World Cup 2025 ની કેટલીક મેચો અન્ય શહેરોમાં ખસેડવી પડી હતી. જોકે, હવે કડક Standard Operating Procedures (SOP) લાગુ કરવામાં આવી છે. પોલીસ અને વહીવટીતંત્રના સહયોગથી હવે દર્શકોની સુરક્ષા માટે નવી અને મજબૂત વ્યવસ્થા તૈયાર કરવામાં આવી છે, જેના આધારે મેચો યોજવાની મંજૂરી મળી છે.

ઓપનિંગ મેચ અને ખાસ જર્સી

આ સિઝનની શરૂઆતમાં RCB ના ખેલાડીઓ પ્રેક્ટિસ સેશન દરમિયાન 11 નંબરની જર્સી પહેરીને મેદાનમાં ઉતરશે. આ એક સાંકેતિક રીત છે, જેના દ્વારા ખેલાડીઓ તે ચાહકો પ્રત્યે પોતાનો આદર વ્યક્ત કરશે. 28 માર્ચે રમાનારી ઓપનિંગ મેચમાં યજમાન ટીમ અને સનરાઇઝર્સ હૈદરાબાદ સામસામે ટકરાશે, જ્યાં રજત પાટીદાર અને ઈશાન કિશન પોતપોતાની ટીમનું નેતૃત્વ કરશે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

IPL ની શરૂઆત પહેલા RCB નો ફાસ્ટ બોલર આખી સીઝનમાંથી થયો આઉટ!: ટીમ ડિરેક્ટર મો બોબાટે કરી પુષ્ટિ, જાણો કારણ

IPL ની શરૂઆત પહેલા RCB નો ફાસ્ટ બોલર આખી સીઝનમાંથી થયો આઉટ!

IPL ઈતિહાસની સૌથી મોટી ડીલ: 153010000000 રૂપિયામાં વેચાઈ ગઈ IPLની આ ટીમ, જાણો કોણે ખરીદી?

IPL ઈતિહાસની સૌથી મોટી ડીલ

Stuart Binny ના હોત તો ના બન્યું હોત "Dhurandhar!": ફિલ્મની સફળતા વચ્ચે સામે આવ્યું ધુરંધરનું ક્રિકેટ સાથે ખાસ કનેક્શન

Stuart Binny ના હોત તો ના બન્યું હોત "Dhurandhar!"

IPL પહેલા BCCI એ પ્રેક્ટિસથી લઈને ડ્રેસિંગ કોડ સુધીના નિયમો બદલ્યા!: ઓરેન્જ અને પર્પલ કેપ પણ પહેરવી થઈ ફરજિયાત!

IPL પહેલા BCCI એ પ્રેક્ટિસથી લઈને ડ્રેસિંગ કોડ સુધીના નિયમો બદલ્યા!