Home National 11 May History National Technology Day Pokhran Test

આજે 11 મે : ભારતે પોખરણમાં કર્યું હતું પરમાણુ પરીક્ષણ, જાણો આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ

National Technology Day
Published by: Vishal Dave
Last Updated: May 11, 2026, 02:30 AM IST

ભારતના ઇતિહાસમાં 11 મેની તારીખ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આજના જ દિવસે વર્ષ 1998માં ભારતે રાજસ્થાનના પોખરણમાં સફળ પરમાણુ પરીક્ષણ કરીને દુનિયાને પોતાની વૈજ્ઞાનિક અને સૈન્ય શક્તિનો પરિચય કરાવ્યો હતો. તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં કરવામાં આવેલા આ ઐતિહાસિક પરીક્ષણ બાદ દેશે ટેક્નોલોજી ક્ષેત્રે આત્મનિર્ભરતા અને વૈશ્વિક શક્તિ તરફ મહત્વપૂર્ણ પગલું ભર્યું હતું. આ સિદ્ધિને યાદગાર બનાવવા માટે દર વર્ષે 11 મેના રોજ ભારતમાં “National Technology Day” ઉજવવામાં આવે છે. આ દિવસ માત્ર પરમાણુ પરીક્ષણની યાદ નથી, પરંતુ દેશની વૈજ્ઞાનિક પ્રગતિ, ટેક્નોલોજીકલ સિદ્ધિઓ અને આત્મવિશ્વાસનું પ્રતિક પણ છે. આજના દિવસે અનેક ઐતિહાસિક ઘટનાઓ બની હતી અને જાણીતા સાહિત્યકારો તથા મહાનુભાવોના જન્મ પણ થયા હતા.

પોખરણ પરમાણુ પરીક્ષણ: ભારત માટે ઐતિહાસિક ક્ષણ

11 મે 1998ના રોજ ભારતે રાજસ્થાનના પોખરણ વિસ્તારમાં ત્રણ સફળ પરમાણુ પરીક્ષણો કર્યા હતા. “ઓપરેશન શક્તિ” તરીકે ઓળખાતા આ પરીક્ષણોએ ભારતને વૈશ્વિક પરમાણુ શક્તિ ધરાવતા દેશોની યાદીમાં મજબૂત રીતે ઉભું કર્યું હતું. તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ આ સફળતા જાહેર કરતાં ભારતની વૈજ્ઞાનિક ક્ષમતાને વિશ્વ સમક્ષ રજૂ કરી હતી. આ પરીક્ષણ બાદ સમગ્ર દેશમાં ગૌરવ અને દેશભક્તિની લાગણી છવાઈ ગઈ હતી. વિશ્વના અનેક દેશોએ આ પગલાં પર પ્રતિક્રિયા આપી હતી, પરંતુ ભારતે સ્પષ્ટ કર્યું હતું કે તેનો હેતુ પોતાની સુરક્ષા અને રાષ્ટ્રીય હિતોને મજબૂત બનાવવાનો છે.

કેમ ઉજવાય છે National Technology Day?

ભારતમાં દર વર્ષે 11 મેના રોજ National Technology Day ઉજવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય હેતુ દેશના વૈજ્ઞાનિકો, સંશોધકો અને ટેક્નોલોજી ક્ષેત્રે કાર્યરત લોકોના યોગદાનને સન્માન આપવાનો છે.

1998ના પોખરણ પરીક્ષણ સિવાય પણ આ દિવસે ભારતે ટેક્નોલોજી ક્ષેત્રે અન્ય મહત્વપૂર્ણ સિદ્ધિઓ મેળવી હતી.

  • સ્થાનિક રીતે વિકસિત “હંસ-3” એરક્રાફ્ટની સફળ પરીક્ષણ ઉડાન

  • “ત્રિશૂલ” મિસાઇલનું સફળ પરીક્ષણ

આ તમામ સિદ્ધિઓએ ભારતને વૈજ્ઞાનિક અને રક્ષા ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાની દિશામાં મોટું યોગદાન આપ્યું હતું. આ દિવસ દેશને પોતાની ટેક્નોલોજીકલ શક્તિ, નબળાઈઓ અને ભવિષ્યના લક્ષ્યો અંગે વિચારવાની તક પણ આપે છે.

11 મેની અન્ય મહત્વપૂર્ણ ઐતિહાસિક ઘટનાઓ

1995 – પરમાણુ અપ્રસાર સંધિ કાયમી બની

યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીમાં 24 દિવસ ચાલેલી ચર્ચા બાદ Nuclear Non-Proliferation Treaty (NPT)ને અનિશ્ચિત સમય માટે કાયમી બનાવવામાં આવી હતી.

2000 – ભારતનું એક અબજમું બાળક

દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં “આસ્થા” નામની બાળકીનો જન્મ થયો હતો, જેને ભારતનું એક અબજમું બાળક જાહેર કરવામાં આવ્યું હતું.

2001 – અમેરિકાની મિસાઇલ ડિફેન્સ સિસ્ટમને ભારતનું સમર્થન

ભારતે અમેરિકાની Missile Defense Systemને સમર્થન આપ્યું હતું, જ્યારે અમેરિકાની સંસદે સંયુક્ત રાષ્ટ્રનું લેણું અટકાવ્યું હતું.

2002 – બાંગ્લાદેશમાં ભયાનક બોટ અકસ્માત

બાંગ્લાદેશમાં થયેલા બોટ અકસ્માતમાં 378 લોકોના મોત થયા હતા, જેને દેશના સૌથી મોટા જળ અકસ્માતોમાં ગણવામાં આવે છે.

2005 – બગલીહાર પ્રોજેક્ટ વિવાદ

ભારત અને પાકિસ્તાન વચ્ચે બગલીહાર પ્રોજેક્ટને લઈને ચાલી રહેલા વિવાદને ઉકેલવા માટે વિશ્વ બેંકે તટસ્થ નિષ્ણાતની નિમણૂક કરી હતી.

2007 – ઇઝરાયલનો મોટો નિર્ણય

ઇઝરાયલે હમાસ સાથે સંબંધિત “રિફોર્મ એન્ડ ચેન્જ પાર્ટી”ને ગેરકાયદેસર જાહેર કરી હતી.

2008 – આનુવંશિક રીતે સંશોધિત માનવ ભ્રૂણ

ન્યુયોર્કની કોર્નેલ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ વિશ્વનો પ્રથમ Genetically Modified Human Embryo બનાવવાનો દાવો કર્યો હતો.

2010 – જસ્ટિસ એસ.એચ. કાપડિયા બન્યા મુખ્ય ન્યાયાધીશ

ભારતના સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશ જસ્ટિસ એસ.એચ. કાપડિયાએ ભારતના 38મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા હતા.

11 મેના રોજ જન્મેલા જાણીતા મહાનુભાવો

સઆદત હસન મંટો (1912)

ઉર્દૂ સાહિત્યના સૌથી પ્રખ્યાત લેખકોમાંના એક સઆદત હસન મંટોનો જન્મ આજના દિવસે થયો હતો. તેમની વાર્તાઓ સમાજની કડવી હકીકતો અને માનવ મનને ઊંડાણથી રજૂ કરતી હતી.

મૃણાલિની સારાભાઈ (1918)

ભારતની જાણીતી ક્લાસિકલ ડાન્સર અને સંસ્કૃતિ ક્ષેત્રની મહાન વ્યક્તિ હતી.

સાગર સરહદી (1933)

હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા પટકથા લેખક અને નિર્દેશક હતા.

શક્તિ સિંહા (1957)

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના ખાનગી સચિવ તરીકે સેવા આપી હતી.

11 મેની પૃણ્યતિથિ

આબિદા સુલતાન (2002)

ભોપાલ રજવાડાની રાજકુમારી અને ભારતની પ્રથમ મહિલા પાઇલટ તરીકે જાણીતી આબિદા સુલતાનનું નિધન આજના દિવસે થયું હતું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now