Home Entertainment Urfi Javed Was Misbehaved And Harassed At Home Mid Night At 3 30 Am Urfi Shares Horrified Incident Police Complain

"રાત્રે 3.30 વાગ્યે 2 અજાણ્યા લોકો..." : ફેશન ક્વીન ઉર્ફી જાવેદ સાથે ખરાબ વર્તન, ઘરમાં ઘુસવાનો કર્યો પ્રયાસ, કેવી રીતે બચાવ્યો જીવ જુઓ

"રાત્રે 3.30 વાગ્યે 2 અજાણ્યા લોકો..."
Published by: OBS Bureau
Last Updated: Dec 23, 2025, 06:12 AM IST

Urfi Javed In Police Station: બોલિવૂડ અને રિયાલિટી શોની જાણીતી સ્ટાર ઉર્ફી જાવેદ હાલ ભયના વાતાવરણમાં જીવી રહી છે. તેમને પોતાની સુરક્ષા અંગે ગંભીર ચિંતા છે. 22 ડિસેમ્બર 2025ની રાત્રે તેમના ઘરે બે અજાણ્યા વ્યક્તિઓએ જબરદસ્તી ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે તેઓ અને તેમની બહેનોને સવારે પોલીસ સ્ટેશન જવું પડ્યું હતું.

રાત્રે 3.30 વાગ્યે શું થયું?

ઉર્ફીએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, રાત્રે આશરે 3:30 વાગ્યે કોઈ વ્યક્તિ તેમના ઘરની ડોરબેલ સતત 10 મિનિટ સુધી વગાડતું રહ્યું. જ્યારે તેઓ ચેક કરવા બહાર આવ્યાં તો એક વ્યક્તિ દરવાજો ખોલવા અને અંદર આવવા માટે આગ્રહ કરી રહ્યો હતો, જ્યારે બીજો વ્યક્તિ કોર્નરમાં ઊભો હતો. ઉર્ફીએ તેમને જવા કહ્યું, પરંતુ તેઓએ ઇનકાર કર્યો. આખરે પોલીસને બોલાવવાની ધમકી આપતાં જ તેઓ ભાગી ગયા.

પોલીસ આવી ત્યારે કર્યું ગેરવર્તન

ઉર્ફીએ કહ્યું કે, પોલીસને કોલ કરતાં જ તે બંને વ્યક્તિઓએ તેમની સાથે ખરાબ વર્તન કર્યું હતું. તેઓ રૂડલી વાત કરતા હતા અને 'નીકલ નીકલ' જેવા શબ્દો કહી રહ્યા હતા. ઉર્ફીના જણાવ્યા અનુસાર, આ બંને વ્યક્તિઓ તેમની જ બિલ્ડિંગમાં રહે છે અને તેઓએ પોલિટિકલ કનેક્શન હોવાનો પણ દાવો કર્યો હતો.

ઉર્ફીનો ડર અને ચિંતા

આ ઘટનાને ઉર્ફીએ પોતાના જીવનનો સૌથી ડરામણો અનુભવ ગણાવ્યો છે. તેમણે કહ્યું, "રાત્રે 3 વાગ્યે કોઈ વ્યક્તિ ઘરની બહાર આવીને દરવાજો ખોલવા કહે અને જવા તૈયાર ન થાય તો તે ખૂબ ડરામણું હોય છે. ખાસ કરીને જ્યારે છોકરીઓ એકલી રહેતી હોય તો આવી સ્થિતિ ભયાનક બની જાય છે." ઉર્ફી હાલ પોતાને અસુરક્ષિત અનુભવી રહી છે અને તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેઓ જાણવા માંગે છે કે, આરોપીઓ વિરુદ્ધ શું કાર્યવાહી થશે.

ફેન્સની ચિંતા અને બહેનનો રોષ

ઉર્ફીએ સોશિયલ મીડિયા પર પોલીસ સ્ટેશનના ફોટા શેર કરીને આ ઘટના જાહેર કરી તો ફેન્સમાં ચિંતાની લહેર ફેલાઈ ગઈ. તેમની બહેન ડોલી જાવેદે પણ આ વાતને રી-શેર કરીને લખ્યું કે, "મુંબઈ સેફ છે એવું માનતી હતી, પણ અઠવાડિયામાં આ મારો બીજો ખરાબ અનુભવ છે." ઉર્ફીએ હાઉસિંગ સોસાયટીમાં પણ લેખિત ફરિયાદ કરી છે. આ ઘટનાએ મહિલાઓની સુરક્ષા અંગે ફરી એકવાર પ્રશ્નો ઉભા કર્યા છે. પોલીસ તપાસ ચાલુ છે અને ઉર્ફીના ફેન્સ તેમની સલામતી માટે પ્રાર્થના કરી રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now