Home Education/Career Ncert Recruitment 2026 Last Chance To Get Government Fill Forms For 117 Posts In Ncert Tomorrow Know How To Apply

સરકારી નોકરી મેળવવાની છેલ્લી તક! : NCERTમાં 117 પદો માટે આવતીકાલે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ, જાણો કેવી રીતે કરશો અરજી

સરકારી નોકરી મેળવવાની છેલ્લી તક!
Published by: OBS Bureau
Last Updated: Mar 05, 2026, 11:25 AM IST

NCERT Recruitment 2026: શિક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છતા ઉમેદવારો માટે એક સુવર્ણ તક સામે આવી છે. નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) દ્વારા બહાર પાડવામાં આવેલી 117 ટીચિંગ અને લાઈબ્રેરી પદોની ભરતી માટે અરજી કરવાની વિન્ડો આવતીકાલે એટલે કે 6 માર્ચ 2026ના રોજ બંધ થઈ રહી છે. જો તમે હજુ સુધી અરજી નથી કરી, તો તમારી પાસે હવે માત્ર ગણતરીના કલાકો જ બાકી છે. રસ ધરાવતા ઉમેદવારો આવતીકાલે સાંજે 5 વાગ્યા સુધી સત્તાવાર વેબસાઇટ ncert.nic.in પર જઈને ઓનલાઇન ફોર્મ ભરી શકે છે.

ભારત સરકારના શિક્ષણ મંત્રાલય હેઠળ આવતી આ પ્રતિષ્ઠિત સંસ્થામાં નોકરી મેળવવી એ ગર્વની વાત માનવામાં આવે છે. NCERT હાલમાં સ્ટાફની ભારે અછતનો સામનો કરી રહ્યું છે, જેના કારણે આ ભરતી પ્રક્રિયા અત્યંત ઝડપી અને મહત્વની બની ગઈ છે. નોંધનીય છે કે કાઉન્સિલમાં કુલ 2,844 મંજૂર પદોમાંથી આશરે 1,625 જગ્યાઓ ખાલી પડી છે, જે લગભગ 57% ખાલી દર (Vacancy Rate) દર્શાવે છે. આ અછતને દૂર કરવાના ભાગરૂપે આ 117 પદો માટે ભરતી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

ખાલી પદોની વિગત (Vacancy Details)

આ ભરતી અભિયાન હેઠળ મુખ્યત્વે બે વિભાગોમાં નિમણૂક કરવામાં આવશે:

  • ટીચિંગ પોસ્ટ્સ (114 પદ): આ અંતર્ગત પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસર અને આસિસ્ટન્ટ પ્રોફેસરની જગ્યાઓ ભરવામાં આવશે.

  • લાઇબ્રેરી પોસ્ટ્સ (03 પદ): આમાં ડેપ્યુટી લાઇબ્રેરિયન અને આસિસ્ટન્ટ લાઇબ્રેરિયનનો સમાવેશ થાય છે.

પસંદગી પામેલા ઉમેદવારોને નવી દિલ્હી, અજમેર, ભોપાલ, ભુવનેશ્વર, મૈસૂર અથવા શિલોંગમાં આવેલા NCERTના વિવિધ કેમ્પસમાં પોસ્ટિંગ આપવામાં આવશે.

અરજી કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રક્રિયા

અંતિમ સમયે વેબસાઇટ પર ટ્રાફિક વધવાને કારણે ટેકનિકલ સમસ્યાઓ સર્જાઈ શકે છે, તેથી ઉમેદવારોએ નીચે મુજબના સ્ટેપ્સ અનુસરી વહેલી તકે અરજી કરી દેવી:

1. સૌ પ્રથમ NCERTની સત્તાવાર વેબસાઇટ ncert.nic.in પર જાઓ.

2. હોમપેજ પર 'Announcement' અથવા 'Vacancy' સેક્શનમાં જઈને સંબંધિત ભરતી લિંક પર ક્લિક કરો.

3. તમારી પાયાની વિગતો ભરીને રજીસ્ટ્રેશન કરો અને લોગઈન આઈડી મેળવો.

4. ઓનલાઇન ફોર્મમાં તમારી શૈક્ષણિક લાયકાત અને અનુભવની વિગતો ચોકસાઈપૂર્વક ભરો.

5. પાસપોર્ટ સાઇઝ ફોટો, સહી અને જરૂરી દસ્તાવેજો સ્કેન કરીને અપલોડ કરો.

6. તમારી કેટેગરી મુજબ ઓનલાઇન ફી ભરો અને ફોર્મ સબમિટ કરો.

7. ભવિષ્યના સંદર્ભ માટે એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટઆઉટ લેવાનું ભૂલશો નહીં.

અરજી ફી અને પસંદગી પ્રક્રિયા

અરજી ફી: જનરલ (UR), OBC અને EWS કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી ૧,૦૦૦ રૂપિયા રાખવામાં આવી છે. જ્યારે SC, ST, દિવ્યાંગ (PwD) અને તમામ મહિલા ઉમેદવારો માટે અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે નિઃશુલ્ક છે. ફીનું ચુકવણી માત્ર ઓનલાઇન મોડથી જ કરી શકાશે.

પસંદગી પ્રક્રિયા: આ ભરતી માટે કોઈ લેખિત પરીક્ષા યોજવામાં આવશે નહીં. ઉમેદવારોને તેમના શૈક્ષણિક રેકોર્ડ અને ફોર્મમાં આપેલી વિગતોના આધારે શોર્ટલિસ્ટ કરવામાં આવશે. ત્યારબાદ શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને સીધા ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે. અંતિમ મેરિટ લિસ્ટ ઇન્ટરવ્યુના પ્રદર્શન અને UGC/NCERTના ધારાધોરણો મુજબ તૈયાર કરવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now