Home Entertainment Mahakumbh Viral Girl Monalisa Married Lover Farman Khan Visited Temple In Kerala Amidst Family Opposition

Mahakumbh Viral Girl : મહાકુંભથી વાયરલ થયેલી મોનાલિસાએ પ્રેમી સાથે કર્યા લગ્ન, પરિવારના વિરોધ વચ્ચે કેરળના મંદિરમાં લીધા ફેરા

Mahakumbh Viral Girl
Published by: OBS Bureau
Last Updated: Mar 12, 2026, 07:17 AM IST

Viral Girl: મહાકુંભના મેળામાં માળા વેચતા-વેચતા પોતાની સુંદરતાથી સોશિયલ મીડિયા પર રાતોરાત સ્ટાર બનેલી મોનાલિસા ફરી એકવાર ચર્ચાના ચકડોળે ચડી છે. વાયરલ ગર્લ મોનાલિસાએ તેના બોયફ્રેન્ડ ફરમાન ખાન સાથે લગ્ન કરી લીધા છે. આ લગ્ન કોઈ સામાન્ય સમારોહ નહોતા, પરંતુ પરિવારના ઉગ્ર વિરોધ અને હાઈ-વોલ્ટેજ ડ્રામા બાદ કેરળના અરુમનૂર મંદિરમાં સંપન્ન થયા હતા. હિન્દુ રીતિ-રિવાજ મુજબ મોનાલિસાએ માંગમાં સિંદૂર ભરી અને ગળામાં વરમાળા પહેરીને ફરમાન સાથે નવા જીવનની શરૂઆત કરી છે.

મધ્યપ્રદેશના ઈન્દોરની રહેવાસી મોનાલિસા અને મહારાષ્ટ્રના ફરમાન ખાન છેલ્લા દોઢ વર્ષથી રિલેશનશિપમાં હતા. જોકે, અલગ-અલગ ધર્મના હોવાને કારણે બંનેના પરિવારો આ લગ્નની સખત વિરુદ્ધમાં હતા. સ્થિતિ એટલી ગંભીર બની હતી કે મોનાલિસાએ પોતાના પિતાના દબાણથી બચવા માટે કેરળ પોલીસ પાસે સુરક્ષાની માંગ કરવી પડી હતી. અંતે કાયદાકીય રક્ષણ અને કેરળના દિગ્ગજ નેતાઓની હાજરીમાં આ પ્રેમી પંખીડાઓએ એકબીજાનો હાથ પકડ્યો છે.

મંદિરમાં યોજાયા લગ્ન: કેરળના મંત્રીઓ અને નેતાઓ રહ્યા હાજર

બુધવારે કેરળના તિરુવનંતપુરમ સ્થિત અરુમનૂર મંદિરમાં મોનાલિસા અને ફરમાન ખાનના લગ્ન યોજાયા હતા. આ લગ્ન પ્રસંગે કેરળના શિક્ષણ મંત્રી વી. શિવનકુટ્ટી, સીપીએમના રાજ્ય સચિવ એમ. વી. ગોવિંદન અને સાંસદ એ. એ. રહીમ પણ ખાસ હાજર રહ્યા હતા. સાંસદ રહીમે આ પ્રસંગે જણાવ્યું હતું કે, "આ લગ્ન કેરળની સાંપ્રદાયિક સૌહાર્દની પરંપરાનું ઉત્તમ ઉદાહરણ છે. લગ્નો સ્વર્ગમાં નક્કી થાય છે અને તે સ્વર્ગ કેરળ છે." લગ્ન બાદ દંપતીએ મંદિરના પૂજારીના આશીર્વાદ લીધા હતા.

મોનાલિસાનો બ્રાઇડલ લુક: લાલ સાડી અને સિંદૂર

પોતાના લગ્નમાં મોનાલિસા અત્યંત સુંદર લાગી રહી હતી. તેણે લાલ રંગની સાડી પહેરી હતી અને માંગમાં સિંદૂર ભર્યું હતું. ગળામાં નેકલેસ અને લાલ વરમાળા સાથે તેનો લુક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. બીજી તરફ, દૂલ્હા ફરમાન ખાને કેરળની પરંપરા મુજબ સફેદ શર્ટ અને મુંડુ (ધોતી) પહેર્યા હતા. બંનેએ ભગવાન સમક્ષ માથું ટેકવી સુખી જીવનની પ્રાર્થના કરી હતી.

પરિવારનો વિરોધ અને પોલીસ સ્ટેશનમાં લીધો આશરો

મોનાલિસાએ આરોપ લગાવ્યો હતો કે તેના પિતા વિજય સિંહ ભોસલે તેને તેની પસંદગીના વ્યક્તિ સાથે લગ્ન કરવા દબાણ કરી રહ્યા હતા. જ્યારે પરિવારે ફરમાન સાથેના સંબંધોનો વિરોધ કર્યો, ત્યારે બંને ભાગીને કેરળ પહોંચ્યા હતા. મોનાલિસાએ તિરુવનંતપુરમના થમ્પનૂર પોલીસ સ્ટેશનમાં સુરક્ષા માંગી હતી. જોકે પિતાએ દાવો કર્યો હતો કે મોનાલિસા સગીર છે, પરંતુ પોલીસ તપાસમાં તે 18 વર્ષની (પુખ્ત) હોવાનું સાબિત થતા પોલીસે તેને તેની મરજી મુજબ રહેવાની છૂટ આપી હતી. મોનાલિસાએ તેના પિતા સાથે પાછા જવાનો સાફ ઇનકાર કરી દીધો હતો.

મહાકુંભથી મોડેલિંગ અને ફિલ્મી સફર

મોનાલિસાની જીવનસફર કોઈ ફિલ્મી વાર્તાથી ઓછી નથી, કારણ કે તેની કિસ્મત મહાકુંભના મેળા દરમિયાન રાતોરાત બદલાઈ ગઈ હતી. મેળામાં સામાન્ય રીતે માળા વેચતી વખતે તેની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી, જેણે તેને રાષ્ટ્રીય સ્તરે લોકપ્રિયતા અપાવી. આ વાયરલ ફોટો બાદ તેને ફિલ્મોની ઓફરો અને મોટા બ્રાન્ડ્સ માટે શૂટિંગના આમંત્રણો મળવા લાગ્યા હતા. હાલમાં તે પોતાના અભિનય કરિયર પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, જેમાં તેની ડેબ્યૂ ફિલ્મ 'ધ ડાયરી ઓફ મણિપુર' ખૂબ જ ચર્ચામાં છે, જેનું ટ્રેલર ફેબ્રુઆરી 2026માં રિલીઝ થઈ ચૂક્યું છે. આ ઉપરાંત, તે હાલમાં કેરળમાં પી. બિનુ વર્ગીઝના નિર્દેશનમાં બની રહેલી મલયાલમ ફિલ્મ ‘નગમ્મા’ના શૂટિંગમાં વ્યસ્ત છે, જે તેના કરિયર માટે એક નવો વળાંક સાબિત થઈ શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now