Home Sports Ipl 2026 Double Header Srh Lsg Rcb Csk Preview Gujarati

IPL 2026; આજે બેંગલુરુ અને હૈદરાબાદમાં જોવા મળશે રનનો વરસાદ! : RCB vs CSK ની મેચમાં વરસાદ બનશે વિલન?

SRH vs LSG - RCB vs CSK
Published by: Suman Dabhi
Last Updated: Apr 05, 2026, 05:39 AM IST

IPL 2026 : IPL 2026 માં આજે ક્રિકેટ પ્રેમીઓ માટે ખાસ દિવસ છે. સતત બીજા દિવસે ડબલ હેડર રમાશે, જેમાં બપોરે સનરાઈઝર્સ હૈદરાબાદ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે ટક્કર થશે, જ્યારે સાંજે IPL 2025 ની ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને 5 ટાઈમની ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે હાઈ-પ્રોફાઇલ મેચ જોવા મળશે. બંને મેચો અલગ પરિસ્થિતિ અને દબાણ સાથે રમાશે, જે સુપર સન્ડેને વધુ રોમાંચક બનાવશે.

પ્રથમ મેચ : SRH vs LSG : બંને ટીમોમાં બેટિંગ પાવર

બપોરે 3:30 વાગ્યે હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે મેચ રમાશે. હૈદરાબાદ ટીમ હાલમાં મજબૂત ફોર્મમાં છે. છેલ્લી મેચમાં હૈદરાબાદે કોલકાતાને 65 રનથી હરાવીને પોતાની પાવર બતાવી હતી. ઈશાન કિશન કેપ્ટન તરીકે શાનદાર પરફોર્મન્સ કરી રહ્યો છે અને બેટિંગમાં પણ યોગદાન આપી રહ્યો છે. તેની સાથે ટ્રેવિસ હેડ અને અભિષેક શર્માની ઓપનિંગ જોડી ટીમને ક્વિક સ્ટાર્ટ અપાવે છે, જે પાવરપ્લેમાં દરેક ટીમ માટે ખૂબ મહત્વપૂર્ણ હોય છે. મિડલ ઓર્ડરમાં હેનરિક ક્લાસેન ટીમ માટે એક્સ-ફેક્ટર બની રહ્યો છે. બોલિંગમાં જયદેવ ઉનડકટ અને ઈશાન મલિંગા ડેથ ઓવર્સમાં મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યા છે.

બીજી તરફ લખનઉ સુપર જાયન્ટ્સ માટે સીઝનની શરૂઆત સારી રહી નથી. પ્રથમ મેચમાં દિલ્હી સામે LSG માત્ર 141 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. કેપ્ટન રિષભ પંતનું ઓપનિંગમાં આવવાનો પ્રયોગ નિષ્ફળ રહ્યો હતો, અને હવે શક્યતા છે કે, તે ફરી નંબર-3 અથવા નંબર-4 પર બેટિંગ કરે. ટીમ પાસે મિચેલ માર્શ, એડન માર્કરમ અને નિકોલસ પૂરન જેવા સ્ટાર્સ હોવા છતાં ટીમ કોમ્બિનેશનનો અભાવ દેખાઈ રહ્યો છે. બોલિંગમાં મોહમ્મદ શમી અને પ્રિન્સ યાદવે શરૂઆત સારી કરી હતી, પરંતુ મિડલ ઓવર્સમાં પ્રેશર બનાવી શક્યા નહોતા.

હેડ-ટુ-હેડ રેકોર્ડ અને પિચ રિપોર્ટ

બંને ટીમ વચ્ચે અત્યાર સુધી 6 મેચ રમાઈ છે, જેમાં લખનઉએ 4 જીત મેળવી છે. હૈદરાબાદની પીચ બેટર્સ માટે અનુકૂળ છે, જ્યાં મોટા સ્કોર બનવાની સંભાવના રહે છે. બપોરે ગરમી રહેશે, પરંતુ વરસાદની શક્યતા ઓછી છે.

આ પણ વાંચો: અમદાવાદમાં Gujarat Titansની હાર : છેલ્લી ઓવરમાં 11 રન બચાવી RRની શાનદાર જીત

બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-12

SRH : અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, ઈશાન કિશન (વિકેટકીપર અને કેપ્ટન), હેનરિક ક્લાસેન, અનિકેટ વર્મા, નીતિશ કુમાર રેડ્ડી, સલિલ અરોરા, હર્ષ દુબે, હર્ષલ પટેલ, જયદેવ ઉનડકટ, એહસાન મલિંગા, લિયામ લિવિંગસ્ટન.

LSG : એડન માર્કરમ, મિચેલ માર્શ, નિકોલસ પૂરન, રિષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), આયુષ બદોની, અબ્દુલ સમદ, મુકુલ ચૌધરી, મોહસિન ખાન, મોહમ્મદ શમી, એનરિક નોર્કિયા, પ્રિન્સ યાદવ, આવેશ ખાન.

બીજી મેચ : RCB vs CSK : સાંજે રમાશે હાઈ-વોલ્ટેજ મેચ

સુપર સન્ડેની બીજી મેચ RCB vs CSK વચ્ચે સાંજે 7:30 વાગે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. RCB માટે આ સીઝનની શરૂઆત શાનદાર રહી છે. RCB ની ટીમે 202 રનનો ટાર્ગેટ માત્ર 16 ઓવરમાં ચેઝ કરીને પોતાની બેટિંગ પાવર બતાવી છે. વિરાટ કોહલી 69 રનની ઇનિંગ સાથે શાનદાર ફોર્મમાં છે, જે ટીમ માટે મોટો પ્લસ પોઈન્ટ છે. ચેન્નઈ સુપર કિંગ્સ માટે સ્થિતિ પડકારજનક છે. ટીમ પોતાની બંને મેચ હારી ગઈ છે. જોકે, બેટિંગમાં આયુષ મ્હાત્રે, શિવમ દુબે અને સરફરાઝ ખાન સારા ફોર્મમાં છે. પરંતુ બોલિંગ યુનિટ ટીમ માટે ચિંતાનો વિષય બની ગયો છે. કારણ કે પંજાબ સામે આ બોલિંગ યુનિટ 210 રન ડિફેન્ડ ન કરી શક્યા.

હેડ-ટુ-હેડ રેકોર્ડ અને ગ્રાઉન્ડ રેકોર્ડ

RCB અને CSK વચ્ચે કુલ 36 મેચ રમાઈ છે, જેમાં CSK એ 22 જીત મેળવી છે. આ રીતે હેડ-ટુ-હેડ કોમ્પિટિશનમાં ચેન્નઈનો દબદબો જોવા મળી રહ્યો છે. ચિન્નાસ્વામી સ્ટેડિયમ બેટર્સ માટે સ્વર્ગ સમાન છે. અહીં અત્યાર સુધી 101 મેચમાં ચેઝ કરનાર ટીમ વધુ સફળ રહી છે. જેના કારણે ટોસ જીતનાર ટીમ પહેલા બોલિંગ કરવાનું પસંદ કરી શકે છે.

હવામાન

મેચ દરમિયાન 25% વરસાદની શક્યતા છે. તાપમાન 21 થી 33 ડિગ્રી વચ્ચે રહેશે.

બન્ને ટીમની પોસિબલ પ્લઇંગ-12

RCB : વિરાટ કોહલી, ફિલ સોલ્ટ, રજત પાટીદાર (કેપ્ટન), જીતેશ શર્મા (વિકેટકીપર), ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, અભિનંદન સિંહ, જેકબ ડફી, સુયશ શર્મા, દેવદત્ત પડિકલ.

CSK : સંજુ સેમસન (વિકેટકીપર), ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), આયુષ મ્હાત્રે, સરફરાઝ ખાન, શિવમ દુબે, કાર્તિક શર્મા, પ્રશાંત વીર, નૂર અહેમદ, અંશુલ કંબોજ, મેટ હેનરી અને ખલીલ અહેમદ, જેમી ઓવરટન.

આજની બંને મેચ કેમ મહત્વપૂર્ણ છે?

આ ડબલ હેડર IPL 2026 માટે ખૂબ મહત્વપૂર્ણ છે. SRH પોતાની જીતની લય જાળવવા માંગશે, જ્યારે LSG માટે આ મેચ કમબેક કરવાની તક છે. બીજી તરફ RCB ટોપ-4 માં પોતાની સ્થિતિ મજબૂત કરવા ઉત્સુક છે, જ્યારે CSK માટે આ મેચ “કરો યા મારો” જેવી બની ગઈ છે. સતત ત્રીજી હાર ટીમને ટૂર્નામેન્ટમાં પાછળ ધકેલી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now