Home Entertainment 35 Year Old Malti Chahar Breaks Silence On Rumours With Amaal Malik Cricketer Deepak Chahar Sister

કરોડપતિ સિંગરના પ્રેમમાં પડી ક્રિકેટર દિપક ચહરની બહેન? : માલતીએ રિલેશનને લઈ તોડી ચુપ્પી, કહ્યું-અમારી વચ્ચે...

કરોડપતિ સિંગરના પ્રેમમાં પડી ક્રિકેટર દિપક ચહરની બહેન?
Published by: OBS Bureau
Last Updated: Dec 31, 2025, 05:21 AM IST

Malti Chahar Relationship Clarification: બિગ બોસ 19માં વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી લઈને ધૂમ મચાવનારી અભિનેત્રી અને ક્રિકેટર દીપક ચાહરની બહેન માલતી ચાહર ફરી ચર્ચામાં છે. શોમાં સિંગર-કમ્પોઝર અમાલ મલિક સાથેના બોન્ડને કારણે ડેટિંગની અફવાહો ઉડી હતી, જે હજુ પણ શમી નથી. આ અફવાહોથી કંટાળીને માલતીએ X પર લાંબી પોસ્ટ કરીને સ્પષ્ટતા કરી છે કે અમાલ અને તેમની વચ્ચે કોઈ રોમેન્ટિક રિલેશનશિપ નથી અને લોકો તેમનું નામ તેની સાથે જોડવાનું બંધ કરે.

શોમાંથી શરૂ થયેલી અફવાહોનો પડદો ઉઘાડ્યો

બિગ બોસ 19માં માલતીએ કહ્યું હતું કે તે અમાલને શો પહેલાંથી ઓળખે છે અને બંને મળ્યા પણ હતા. આ વાતથી અફવાહોનું બજાર ગરમ થયું. જોકે, માલતીએ હવે સ્પષ્ટ કર્યું કે અમાલે તેમનો નંબર માંગ્યો હતો અને બંને માત્ર એક જ વાર મળ્યા હતા. તેમણે વાત કરી અને કેટલીક પર્સનલ વાતો શેર કરી, પછી ફોન પર કોન્ટેક્ટમાં રહ્યા – બસ આટલું જ. તેમણે કહ્યું, "અમારી વચ્ચે કોઈ રિલેશનશિપ કે 'શિપ' નહોતું."

અમાલના વર્તનથી નિરાશા

માલતીએ શોમાં અમાલના વર્તન પર પણ નારાજગી વ્યક્ત કરી. તેમણે કહ્યું કે અમાલે શોમાં એવું નેરેટિવ બનાવ્યું કે તે તેને ઇમ્પ્રેસ કરવાનો પ્રયાસ કરી રહી હતી અને તેના વિશે ખરાબ વાતો કરી. આ તેમણે ઘરની બહાર આવ્યા પછી જ જોયું. શોમાં જ્યારે તેમણે કહ્યું હતું કે "બહારની વાતો નહીં કરીએ", તેનો મતલબ તે અમાલની પર્સનલ ડિટેઇલ્સ શેર નહીં કરે.

માનસિક સ્વાસ્થ્યની વાતો અને મદદનો પસ્તાવો

માલતીએ જણાવ્યું હતું કે, અમાલે શો પહેલાં અને શો દરમિયાન પણ મેન્ટલ હેલ્થની વાતો કરી હતી. તે તેની મદદ કરવાનો પ્રયાસ કરતી હતી જેથી તેને પછીથી વધુ પસ્તાવો ન થાય. પરંતુ હવે તેમને જ પસ્તાવો થઈ રહ્યો છે. તેમણે અપીલ કરી કે "હવે મને છોડો, કૃપા કરીને મારું નામ તેની સાથે ન જોડો."

ઉલ્લેખનીય છે કે, બિગ બોસ 19માં માલતીએ ટોપ 6માં સ્થાન મેળવ્યું હતું અને દર્શકોમાં ખૂબ પસંદ કરવામાં આવી હતી. ફેન્સ હવે તેમના આગામી પ્રોજેક્ટ્સની રાહ જોઈ રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now