Back Back
શરીરમાં શક્તિ, ચમક અને આરોગ્ય માટે ‘ઓજસ’ ખુબ જ જરૂરી છે.
ઓજસ એક સંસ્કૃત શબ્દ છે જેનો અનુવાદ "ઉર્જા" અથવા "જીવનશક્તિનો સાર" તરીકે કરી શકાય છે.
આયુર્વેદ અનુસાર ઓજસ એ જીવનશક્તિ છે. આપનું શારીરિક અને માનસિક આરોગ્ય ઓજસ પર આધાર રાખે છે.
જ્યાં ઓજસ વધુ હોય ત્યાં ચમકતી ત્વચા અને શાંત મન હોય. શક્તિ, ઇમ્યુનિટી અને સકારાત્મક ઉર્જાનો સ્ત્રોત પણ ઓજસ છે.
જ્યાં વધુ ટેન્શન, દુષિત ખોરાક અને ઊંઘની અછત હોય ત્યાં ઓજસ ઘટે છે. અસ્વસ્થ જીવનશૈલીથી શરીરની પ્રાકૃતિક ઉર્જા નાબૂદ થાય છે.
ઘઉ ની લાપસી, દૂધ, ખજૂર અને ઘી યુક્ત ખોરાક લાભદાયક છે. આહાર સાત્વિક અને પાચનક્ષમ હોવો જોઈએ.
અશ્વગંધા, શતાવરી, અને ચવનપ્રાશ ઓજસ વૃદ્ધિ કરે છે. આ હર્બ્સ શરીરને ઊર્જા અને શાંતિ આપે છે.
દૈનિક યોગ અને ભ્રામરી પ્રાણાયામથી ઓજસ વધે છે. સ્વાસ્થ્ય અને મનની શાંતિ માટે યોગ અતિ જરૂરી છે.
દૈનિક 7-8 કલાકની ઊંઘ આપનું ઓજસ સુરક્ષિત રાખે છે. રાત્રે વહેલી ઊંઘ અને સવારે વહેલું ઉઠવું લાભદાયક છે.
ક્રોધ, ઈર્ષ્યા અને અભાવના વિચારો ઓજસને નુકસાન કરે છે. ધ્યાન, જાપ અને સત્વિક વ્યવહાર ઓજસ વધારતા સાધનો છે.

Recommended Stories

image

health-lifestyle

જિંજર ટી પીવાના ફાયદાઑ ...
image

health-lifestyle

પ્લાસ્ટિક ઘટાડવાના પગલાં: International Plastic Bag Free Day 2025
image

health-lifestyle

હવે કોઈને અકસ્માત નડે તો તેની સારવાર મફતમાં થશે, જાણો નવી યોજના વિષે
image

health-lifestyle

સાચા હીરો કેપ નથી પહેરતા, સ્ટેથોસ્કોપ પહેરે છે