તેજ મગજ અને સારી યાદશક્તિ માટે શું ખાવું એવો પ્રશ્ન તમને પણ થતો હોય તો ચાલો આજે તમને એવા એક, બે નહીં પણ 8 ફુડ વિશે જણાવીએ જે યાદશક્તિ માટે સારા ગણાય છે
બદામ
દાદી-નાનીના સમયથી યાદશક્તિ વધારવા માટે બદામ ખાવાની સલાહ આપવામાં આવે છે. રાત્રે પાણીમાં પલાળેલી બદામ સવારે ખાવી તેવી સલાહ આપવામાં આવે છે.
અખરોટ
અખરોટને બ્રેન ફૂડ તરીકે ઓળખવામાં આવે છે. અખરોટમાં પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે
હળદર
તમને જાણીને નવાઈ લાગશે કે ઘરના રસોડામાં રહેલી હળદર મગજને તેજ કરવામાં મદદ કરી શકે છે
ઘી
ઘી શરીરના સ્વાસ્થ્ય માટે જેટલું ફાયદાકારક છે એટલું જ ફાયદાકારક માનસિક ક્ષમતા વધારવા માટે પણ છે
આમળા
વિટામીન સી અને એન્ટિ ઓક્સિડન્ટથી ભરપૂર આમળા બ્લડ વધારે મગજની ગતિવિધિ વધારે છે
પાલક મેથી જેવા લીલા પાનવાળા શાક
પાલક અને મેથીમાં ફોલેટ, વિટામિન કે અને એન્ટિ ઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે
બ્રાહ્મી
બ્રામ્હી આયુર્વેદની એક જડીબુટ્ટી છે જેનો ઉપયોગ ટોનિક તરીકે વર્ષોથી કરવામાં આવે છે
કાળા તલ
કાળા તલમાં હેલ્ધી ફેટ, એન્ટી ઓક્સિડન્ટ અને મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે જે તંત્રિકા તંત્રને પોષણ આપે છે અને યાદશક્તિ વધારવામાં મદદ કરે છે.