Back Back
ભાદરવા મહિનાના શુક્લ પક્ષની પંચમીની તિથિને ઋષિપંચમી કહેવાય છે.
આ દિવસને સામા પાંચમ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઋષિ પંચમીના દિવસે સપ્ત ઋષિઓની પૂજા કરવામાં આવે છે
આ દિવસે મહિલાઓ ખાસ વ્રત રાખે છે. વ્રત કરીને સૌભાગ્યવતી સ્ત્રીઓ અને કન્યાઓ પ્રસાદ વહેંચે છે
ઋષિ પંચમીનું વ્રત મહિલાઓ માટે સૌથી ખાસ માનવામાં આવે છે અને તેની પાછળ પણ ખાસ કારણ છે.
એવી માન્યતા છે કે ઋષિ પંચમીનું વ્રત કરવાથી મહિલાઓને એ પાપથી મુક્તિ મળી જાય છે જે તેમનાથી જાણે અજાણે માસિક ધર્મ દરમ્યાન થયા હોય
આ સિવાય ઋષિ પંચમીનું વ્રત કરવાથી મૃત્યુ પછી મોક્ષ મળે છે તેવું પણ માનવામાં આવે છે.
ઋષિ પંચમીના દિવસે ગંગા સ્નાનનું પણ મહત્વ છે. જો ગંગા સ્નાન કરવું શક્ય ન હોય તો ઘરમાં સ્નાન કરતી વખતે પાણીમાં ગંગાજળ ઉમેરીને સ્નાન કરવું.
ઋષિ પંચમીના વ્રતમાં શાકભાજી કે અનાજ ખાવું નહીં. ખાસ તો આ દિવસે કંદમૂળ જેમકે બટેટા, સૂરણ સહિતની વસ્તુઓ ખાવાની મનાઈ હોય છે
સામા પાંચમના વ્રતમાં દૂધી, ચીભડા જેવા વેલમાં ઉગતા શાક ખાઈ શકાય છે. આ દિવસે ઉપવાસ કરો તેમાં સામો ખાઈ શકાય છે. આ સિવાય ફળાહાર પણ કરી શકાય છે.

Recommended Stories

image

dharama

15 September થી શુક્રનું રાશિ પરિવર્તન: કઈ રાશિને થશે ધનલાભ?
image

dharama

ગણેશજી પાસેથી શીખવાની ૯ સુવર્ણ વાતો
image

dharama

રાધા અષ્ટમી 2025: પ્રેમ અને ભક્તિ સાથે તહેવાર ઉજવો
image

dharama

લાલબાગચા રાજાના દર્શન માટે Amit Shah મુંબઈ પહોંચ્યા