Back Back
લેમન રાઈસ એ એક સ્વાદિષ્ટ અને સરળ દક્ષિણ ભારતીય વાનગી છે, જે ઘરે સરળતાથી બનાવી શકાય છે.
જરૂરી સામગ્રી -કપ બાસમતી ચોખા (બાફેલા), લીંબુનો રસ, રાઈ, ચણાની દાળ,ઉડદ દાળ,હળદર,સૂકા લાલ મરચાં,કડીપત્તા,તેલ,મીઠું સ્વાદ મુજબ
બાસમતી ચોખાને પાણીમાં ધોઈ લો. તેને બાફી લો જેથી દાણા અલગ રહે. બાફેલા ચોખાને ઠંડા થવા દો.
એક કઢાઈમાં ૨ ચમચી તેલ ગરમ કરો. તેમાં રાઈ ઉમેરો અને તેને તતડવા દો.
રાઈ તતડે એટલે ચણાની દાળ અને ઉડદ દાળ ઉમેરો. દાળ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો. પછી સૂકા લાલ મરચાં અને કડીપત્તા ઉમેરો.
વઘારમાં ૧/૪ ચમચી હળદર અને સ્વાદ મુજબ મીઠું ઉમેરો. બધું બરાબર હલાવો.
બાફેલા ચોખાને વઘારમાં ઉમેરો. ચોખાને હળવા હાથે મિક્સ કરો જેથી મસાલા સાથે બરાબર ભળી જાય.
ચોખામાં ૨ ચમચી લીંબુનો રસ ઉમેરો. બધું સારી રીતે હલાવો જેથી લીંબુનો સ્વાદ ચોખામાં ભળી જાય.
લેમન રાઈસને ધાણાથી ગાર્નિશ કરો. ઇચ્છો તો થોડી શેકેલી મગફળી પણ ઉમેરી શકો છો.
લેમન રાઈસ તૈયાર છે! તેને ગરમાગરમ પીરસો. આ વાનગી દહીં અથવા પાપડ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

Recommended Stories

image

tech-gadgets

Amazon પર ધમાકેદાર સેલ શરૂ – હવે બધું મળશે અડધી કિંમતે!
image

health-lifestyle

દૈનિક પીનટ બટર – તંદુરસ્તીનો ટેસ્ટી રહસ્ય
image

health-lifestyle

ચહેરા પર બદામનું તેલ લગાવવાના અદભુત ફાયદા
image

health-lifestyle

ડાયાબિટીસના દર્દીઓ માટે મખાના નું જાદૂ – એક હેલ્થી ચોઈસ