ફેમસ અભિનેત્રી હિના ખાનના ફેન્સ માટે એક ખુશખબર છે. તેણીએ તેના બોયફ્રેન્ડ રોકી જયસ્વાલ સાથે લગ્ન કરી લીધા છે.
બન્ને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. જો કે, આ લગ્ન ગુપ્ત રીતે થયા હતા.
અભિનેત્રીએ પોતે સોશિયલ મીડિયા પર લગ્નની તસવીરો શેર કરી છે. સ્તન કેન્સર સામે ઝઝૂમી રહેલી આ અભિનેત્રીએ કોર્ટ મેરેજ કર્યા છે.
જ્યારે તે આ પીડામાંથી પસાર થઈ રહી હતી, ત્યારે રોકીએ તેનો ખૂબ સાથ આપ્યો હતો
હિના ખાને આ પ્રસંગે પ્રખ્યાત ડિઝાઇનર મનીષ મલ્હોત્રા દ્વારા બનાવેલી ઓપલ ગ્રીન રંગની સાડી પહેરી હતી.
હિના ખાન રોકી સાથે લગ્ન કરીને ખૂબ જ ખુશ છે. બન્ને ઘણા વર્ષો પહેલા એક કોમન ફ્રેન્ડ દ્વારા મળ્યા હતા.
હિના ખાને તેના સાડીના પલ્લુ પર તેના પતિ રોકીનું નામ લખાવ્યું હતું. અભિનેત્રીએ તેનો ફોટો શેર કરીને લખ્યું કે, અમે બે અલગ-અલગ દુનિયામાંથી પ્યારની એક દુનિયા બનાવી.

Recommended Stories

entertainment

Jannat Zubair Rahmani ની સાદગી અને દેશી પહેરવેશની સુંદર છબી

entertainment

ફિફા વર્લ્ડ કપ 2026ની વચ્ચે Avneet Kaur ના સ્ટાઇલિશ લુકે જીત્યાં દિલ

entertainment

પિંક સાડીમાં Madhuri Dixit નો રોયલ ચાર્મ

entertainment

Alia અને ગર્લ ગેંગની ગ્લેમરસ મોમેન્ટ