સવારે ખાલી પેટ પ્રાકૃતિક ઔષધીય પાંદડાનું સેવન કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસમાં ઉપયોગી થઈ શકે છે. સાથે તે શરીરને અંદરથી મજબૂત બનાવે છે.
સવારનું પ્રથમ કિરણ જે રીતે આપણા શરીરને ઉર્જાથી ભરી દે છે, તેમ કેટલીક પ્રાકૃતિક વસ્તુ આપણા સ્વાસ્થ્યને આજીવન સુરક્ષિત બનાવી શકે છે
આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે જો દિવસની શરૂઆત કેટલાક ખાસ ઔષધીય છોડથી કરવામાં આવે તો ન માત્ર બીમારીઓ દૂર રહે છે પરંતુ શરીર પણ અંદરથી મજબૂત બને છે.
નિષ્ણાંતો પ્રમાણે જો દરરોજ સવારે વાસી મોઢે એક-બે પાન મીઠો લીમડો ચાવો છો કો હાર્ટની બીમારી, સુગર અને પાચન સંબંધી સમસ્યામાં બચાવ થાય છે.
આજકાલ હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યા ખૂબ જ ઝડપથી વધી રહી છે, જે હાર્ટ એટેક અને સ્ટ્રોકનું કારણ બની શકે છે.
પરંતુ સવારે ખાલી પેટે મીઠો લીમડો ચાવવાથી શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ (LDL) ઓછું થાય છે અને સારા કોલેસ્ટ્રોલ (HDL) નું સ્તર વધે છે.
આ હૃદયની ધમનીઓ સાફ રાખે છે અને રક્ત પરિભ્રમણ સુધારે છે.
ડાયાબિટીસના દર્દીઓ માટે મીઠો લીમડો કોઈ દવાથી ઓછો નથી. તેમાં રહેલ એન્ટી-ડાયાબિટીક ગુણ બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરે છે.
દરરોજ તેનું સેવન કરવાથી ઇંસુલિનની કાર્યક્ષમતા સુધરે છે અને સુગર અચાનક વધવાથી રોકી શકાય છે. આ કારણ છે કે ડાયાબિટીસના દર્દીઓએ પોતાના ડાયટમાં લીમડાને જરૂર સામેલ કરવા જોઈએ.