કેનેડા પોતાની નાગરિકતામાં નવો ફેરફાર કરવા જઈ રહ્યું છે. અહીંની સંસદમાં નાગરિકતા અંગેનું C-3 બિલ રજૂ કરાયું છે.
વિદેશમાં જન્મેલા બાળકોને પણ કેનેડાની નાગરિકતા મળી શકશે.
કનેડાએ એવા સમયે આ પહેલ શરૂ કરી છે કે જ્યારે અમેરિકા તરફથી બર્થરાઈટ સિટિઝનશીપ સમાપ્ત કરીને પ્રવાસીઓની ચિંતા વધારવામાં આવી છે.
જણાવવાનું કે અત્યાર સુધી કોઈ પણ વ્યક્તિ જે વિદેશમાં જન્મેલો હોય તે બાળકોને પોતાની નાગરિકતા આપી શકતો નહતો.
કેનેડાની બહાર પેદા થયેલા કેનેડિયન નાગરિક પોતાના બાળકોને નાગરિકતા આપી શકશે. આ માટે તેમના બાળકને જન્મ આપવા કે દત્તક લેતા પહેલા 3 વર્ષ કેનેડામાં રહેવું જરૂરી હશે.
કેનેડાનો આ કાયદો ખાસ કરીને એવા ભારતીયોને ફાયદો પહોંચાડશે જે રહે છે તો કેનેડામાં પરંતુ તેમના બાળકોનો જન્મ વિદેશમાં થાય છે.
કેનેડામાં આ બિલને કાયદો બનાવવા માટે તેને કેનેડાની સંસદના બંને ગૃહોમાંથી પાસ કરાવવામાં આવશે.
ભલે કેનેડાની સંસદમાં આ બિલ રજૂ કરાયું હોય પરંતુ તેને કાયદામાં ફેરવવા માટે 3 રેટિંગ પાસ કરવાના રહેશે અને પછી શાહી સ્વિકૃતિ પણ પ્રાપ્ત કરવાની રહેશે.

Recommended Stories

entertainment

Cannes 2026 માં આલિયા ભટ્ટ ની લાજવાબ એન્ટ્રી

international

યુરોપ ટૂર માટે એપ્રિલ મહિનો છે સૌથી અનુકૂળ જાણો તેના ખાસ કારણો

international

શું તમે જાણો છો આ છે વિશ્વના સૌથી વજનદાર અને ઊંચા જીવંત પ્રાણીઓ

international

જાણો વિશ્વની 10 સૌથી લાંબી નદીઓ વિશેની રસપ્રદ અને અજાણી માહિતી